Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tapi: શાળાઓમાં ધર્મને લઈ પ્રવૃતિ ન કરાવવા મામલો, જીલ્લા શિક્ષણાધિકારીએ આપ્યું નિવેદન

તાપી જીલ્લામાં કોઈ ચોક્કસ ધર્મને લઈ શાળામાં પ્રવૃતિ નહી કરાવવા બાબતે કલેક્ટર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
tapi  શાળાઓમાં ધર્મને લઈ પ્રવૃતિ ન કરાવવા મામલો  જીલ્લા શિક્ષણાધિકારીએ આપ્યું નિવેદન
Advertisement
  • તાપીની શાળાોમાં ચોક્કસ ધર્મને લઇ પ્રવૃતિ ન કરવવા પરિપત્રનો મુદ્દો
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરિપત્રને લઇ આપ્યું નિવેદન
  • ડોલવણમાં હરીપુરામાં ઇસાઇ સમુદાયની પ્રાર્થના અંગે વિવાદ: DEPO

તાપી જીલ્લા કલેક્ટર દ્વારા ચોક્કસ ધર્મને લઈ શાળામાં પ્રવૃતિ નહી કરાવવા બાબતે કરવામાં આવેલ પરિપત્રને લઈ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર અને શાળામાં ચાલતી ધાર્મિક પ્રવૃતિ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. ડોલવણ તાલુકાનાં હરીપુરા ગામે શાળામાં આવેલ ઈસાઈ સમુદાયના પ્રાર્થનાં ઘર બાબતે શાળા પહેલા પ્રાર્થના ઘરનું નિર્માણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવ્યું છે.

શિક્ષકો જો ધર્માંતરણ અંગે કોઈ કામ કરશે તો કડક કાર્યવાહી કરાશે

તેમજ કેટલીક શાળામાં કરાવવામાં આવતી પ્રાર્થના બાબતે ધોરણ બે ના શિક્ષક આવૃતિમાં પ્રાર્થનાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ફાળવાયેલ પત્રમાં જિલ્લામાં આવેલ શાળામાં શિક્ષકો જો ધર્માંતરણ અંગે કોઈ કામ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એમ જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat: ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ, ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

Advertisement

સ્કૂલ કેમ્પસમાં કોઈ ઈમારત બનાવવામાં ન આવે તે બાબતે સૂચન

આ બાબતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, કલેક્ટર દ્વારા જે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જે બાબતે શાળા કક્ષાએ કોઈ પણ પ્રકારની ધર્માંતરણની પ્રવૃતિ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કરવામાં ન આવે તે માટે સૂચના આપવામાં આવી છે. શાળાનાં જે કેમ્પસ છે તેમાં કોઈ પણ ધર્મને લઈ કોઈ ઈમારત બનાવવામાં ન આવે તે માટે પણ સૂચના આપવામાં આવી છે. તેમજ શૈક્ષણિક કાર્ય પર જ ભાર આપવામાં આવે તેવું જણાવ્યું છે. હરીપુરા જે પ્રાથમિક શાળા છે તે 1973 માં બનાવવામાં આવી છે. તે પ્રાથમિક તપાસમાં અમારા ધ્યાન પર આવેલ છે. તેમજ તે જમીન ગ્રામપંચાયત દ્વારા ફાળવવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ Gujarat માટે સોમવાર ગોઝારો સાબિત થયો! અકસ્માતની ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો

Tags :
Advertisement

.

×