Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આસારામના પરિવારની મુશ્કેલી વધશે, ગુજરાત સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્ય સરકારનાં કાયદા વિભાગે આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય કર્યો છે. આસામ સાથે જોડાયેલા 2023ના દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા 6 આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર આસારામની પત્ની, તેની પુત્રી અને તેના...
આસારામના પરિવારની મુશ્કેલી વધશે  ગુજરાત સરકારે લીધો આ મોટો નિર્ણય
Advertisement

રાજ્ય સરકારનાં કાયદા વિભાગે આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય કર્યો છે. આસામ સાથે જોડાયેલા 2023ના દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા 6 આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર આસારામની પત્ની, તેની પુત્રી અને તેના ચાર શિષ્યોને છોડી મુકવાના મામલાને હાઈકોર્ટમાં પડકારશે. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ફરિયાદ પક્ષે આદેશને પડકારવા રાજ્ય સરકારની સંમતિ માંગી

Advertisement

ફરિયાદ પક્ષે ગાંધીનગર કોર્ટના 31મી જાન્યુઆરીના આદેશને પડકારવા રાજ્ય સરકારની સંમતિ માંગી છે, જેમાં સૂચવાયું હતું કે, જોધપુર અને અમદાવાદના કેસમાં આસારામને ફટકારાયેલી આજીવન કેદની સજા એકસાથે ચાલવી જોઈએ. કાનૂની અભિપ્રાય અપાયો હતો કે રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ હોવાથી ટ્રાયલ કોર્ટને એક સાથેની સજા નક્કી કરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી.

Advertisement

6 ઓક્ટોબરે 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો

30મી જાન્યુઆરીએ આસારામને સુરતની 2 યુવતી પર દુષ્કર્મ કેસમાં દોષીત જાહેર કરાયો હતો. જ્યારે આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને તેના ચાર શિષ્યોને પુરાવાઓના અભાવને કારણે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2001માં સુરતની 2 યુવતીઓ પર દુષ્કર્મની ઘટના બાદ 2013માં આસારામ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 6 ઓક્ટોમ્બરે આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.

જોધપુર જેલમાં બંધ છે આસારામ

વર્ષ 2013માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના અન્ય કેસમાં આસારામ હાલ રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આસારામને અમદાવાદ નજીક મોટેરા સ્થિત તેમના આશ્રમમાં 2001થી 2007 દરમિયાન સુરત સ્થિત શિષ્યા પર વારંવાર દુષ્કર્મ ગુજારવા બદલ ગાંધીનગર કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.

આપણ  વાંચો -આસારામ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં કરશે અપીલ

Tags :
Advertisement

.

×