Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના આ પાંચ દિગ્ગજ બેટસમેનોએ ODI કારકિર્દી માં માત્ર એક જ સદી ફટકારી,જાણો તેમના વિશે

કેટલાક ઇન્ડિયન દિગ્ગજ ક્રિકેટર છે જેમણે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ODI સદી ફટકારી હતી
ભારતના આ પાંચ દિગ્ગજ બેટસમેનોએ odi કારકિર્દી માં માત્ર એક જ સદી ફટકારી જાણો તેમના વિશે
Advertisement

  • ભારતના આ પાંચ દિગ્ગજ બેટસમેનોએ ODI માં એક જ સદી ફટકારી
  • ODI ક્રિકેટમાં માત્ર એક જ સદી ફટકારી
  • ટેસ્ટના મહાન ખેલાડી ગાવસ્કરે પણ ODI માં એક જ સદી ફટકારી

સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓએ ODI ક્રિકેટમાં અનેક સદીઓ ફટકારીને ભારતીય ક્રિકેટનું નામ રોશન કર્યું છે, પરંતુ એવા કેટલાક ઇન્ડિયન દિગ્ગજ ક્રિકેટર છે જેમણે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ODI સદી ફટકારી હતી, જે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખું રેર્કોડ છે.

ODI માં  ગાવસ્કરના નામે એક સદી

Advertisement

ટેસ્ટ ક્રિકેટમાં 10, હજાર રન બનાવનારા પ્રથમ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ ઘણી બધી ODI ક્રિકેટ રમી હતી, પરંતુ તેઓ ODI ક્રિકેટમાં ફક્ત એક જ સદી ફટકારી શક્યા હતા. તેમની એકમાત્ર સદી 1987ના વર્લ્ડ કપમાં નાગપુરમાં ન્યુઝીલેન્ડ સામે આવી હતી,આ ઇનિગ્સમાં 103 રન બનાવ્યા હતા. તેમણે 108 ODI મેચ રમી હતી. તેમના સિવાય, આ યાદીમાં ઘણા અન્ય ભારતીય દિગ્ગજો છે, જેમણે ODI ક્રિકેટમાં ફક્ત એક જ સદી ફટકારી છે.

Advertisement

ODI માં કપિલ દેવે પણ એક સદી જ ફટકારી

ભારતના પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે 225 વનડે રમ્યા હતા, પરંતુ તેમના નામે ફક્ત એક જ સદી છે. આ ઐતિહાસિક સદી 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે આવી હતી, જ્યારે ભારતે 17 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને તેમણે 175 અણનમ રનની અવિશ્વસનીય ઇનિંગ રમીને ટીમને વિજય અપાવ્યો હતો. આ તેમની એકમાત્ર વનડે સદી છે.

ODIમાં  સંજ્ય માંજરેકરે પણ એકમાત્ર સદી ફટકારનાર બેટસમેન

37 ટેસ્ટ અને 74 વનડે રમનાર સંજય માંજરેકરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેમણે 1991માં દક્ષિણ આફ્રિકા સામે પોતાની એકમાત્ર વનડે સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં તેમની પાસે ૧૫ અડધી સદી છે, પરંતુ તેઓ ફક્ત એક જ વાર જ સદી ફટકારી છે.

ODIમાં   દિલીપ વેંગસકરે ટેસ્ટમાં 17 પણ વન-ડેમાં માત્ર એક જ સદી

116 ટેસ્ટમાં 17 સદી ફટકારનાર બેટ્સમેન 129 વનડેમાં ફક્ત એક જ સદી ફટકારી છે. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ દિલીપ વેંગસરકર છે. તેમણે 1988માં ન્યુઝીલેન્ડ સામે 105 રન બનાવ્યા હતા, જે આ ફોર્મેટમાં તેમની એકમાત્ર સદી છે. તેમના નામે  23 અડધી સદી પણ છે.

ODIમાં રોબિન સિંહે પણ એક જ સદી

એક ટેસ્ટ અને 136 વનડે રમી ચૂકેલા રોબિન સિંહે ભારત માટે વનડે ક્રિકેટમાં ફક્ત એક જ સદી ફટકારી છે. આ મધ્યમ ક્રમના બેટ્સમેનએ ભારત માટે 9 અડધી સદી પણ ફટકારી છે. પોતાની કારકિર્દીમાં તેમણે ફક્ત એક જ સદી મારી છે, જે 1997માં શ્રીલંકા સામે ફટકારી હતી.

આ પણ વાંચો:    Dravid ના રાજીનામા પાછળ શું છે સચ્ચાઈ? AB de Villiers એ ખોલ્યો ભેદ

Tags :
Advertisement

.

×