Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચારેય બાજુ ગુજરાતના ગામોથી ઘેરાયેલું છે મધ્ય પ્રદેશનું આ 'સાજનપુર' ગામ

અહેવાલ - તોફિક શેખ   ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાની બોર્ડર પર ગુજરાતના ગામોથી ઘેરાયેલું સાજનપુર ગામની મુલાકાત અમારી ગુજરાત ફર્સ્ટની ટીમે લીધી હતી. સાજનપુર ગામ એ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકામાં આવેલું છે. સાજનપુર ગામ ગુજરાતના ગામડાઓથી ઘેરાયેલું ગામ છે. પરંતુ...
ચારેય બાજુ ગુજરાતના ગામોથી ઘેરાયેલું છે મધ્ય પ્રદેશનું આ  સાજનપુર  ગામ
Advertisement

અહેવાલ - તોફિક શેખ  

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાની બોર્ડર પર ગુજરાતના ગામોથી ઘેરાયેલું સાજનપુર ગામની મુલાકાત અમારી ગુજરાત ફર્સ્ટની ટીમે લીધી હતી. સાજનપુર ગામ એ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકામાં આવેલું છે. સાજનપુર ગામ ગુજરાતના ગામડાઓથી ઘેરાયેલું ગામ છે. પરંતુ હકીકતમા તે મધ્યપ્રદેશ રાજ્યમા આવે છે. સ્થાનિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અહીંયા તેમને મધ્યપ્રદેશ શાસન દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને મધ્યપ્રદેશના શાસનથી તેઓ ખુશ પણ છે. સાજનપુર ગામના લોકો રોજબરોજનો વ્યવહાર ગુજરાત સાથે પણ જોડાયેલો છે, ખરીદી માટે તેઓ ગુજરાતના છોટાઉદેપુર ખાતે આવે છે.

Advertisement

છોટા ઉદેપુર જિલ્લાનીં સરહદમાં આવેલા આ સાજનપુર ગામ 

Advertisement

ગુજરાત રાજ્યનાં છોટા ઉદેપુર જિલ્લાનીં સરહદમાં આવેલા આ સાજનપુર ગામની વાત કરીએ તો આ ગામ ૧૮૦૦ ની વસ્તી ધરાવે છે, જેમાં મહત્તમ આદિવાસી લોકો ખેતી અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. મઘ્ય પ્રદેશ સરકારનું રેવન્યું ગામ હોવાને કારણે આ ગામથીં ૬ કી. મી દૂર આવેલું કઠીવાંડા તાલુકા મથક છે, તો ૨૫ કિલો મીટર દૂર અલીરાજપુર જિલ્લા મથક છે, જયારે ૮ કી.મી દૂર ચાંદપુર પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.મઘ્ય પ્રદેશ પ્રશાસન દ્વારા સંચાલિત આ ગામમાં શિક્ષણની વ્યવસ્થા માટે ત્રણ જેટલી ફળિયા દિઠ વર્ગ શાળા આવેલી છે, જયારે ગામમાં ધોરણ ૧ થી ૧૦ સુધીની કસ્તુરબા નિવાસી શાળા આવેલી છે, જેમાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓ શાળામાં રહીને અભ્યાસ કરે છે.
ચારે બાજુ આવેલ છે ગુજરાતના ગામો, છતાં કહેવાય છે મઘ્ય પ્રદેશનું રેવન્યુ વિલેજ
આમ તો સાજનપૂર ગામની પૂર્વે ખડકવાડા ગામ આવેલું છે, જ્યારે પશ્ચિમમાં ટીમલા ગામ આવેલું છે, ઉતરે ગુનાટા ગામ આવેલું છે તો દક્ષિણે મોટી રંગપુર મોટીસઢલી ગામ આવેલું છે. આમ આ સાજનપૂર ગામની ચતુર્થસીમા જોતાં આ ગામની ચારે બાજુ ગુજરાત રાજ્યનાં ગામો આવેલા છે. લોક માન્યતા મુજબ રાજા રજવાડાનાં વખતથી છોટા ઉદેપુર જિલ્લાની સરહદમાં આવેલા સાજનપુર ગામ એ ગુજરાત રાજ્યની સરહદમાં આવેલું હોવા છતાં મઘ્ય પ્રદેશનું રેવન્યુ વિલેજ  છે.
સાજનપુરમાં હાલ જામ્યો છે ચૂંટણીનો માહોલ
સાજનપુરના પૂર્વ સરપંચ ગમજીભાઈ કનેશ જણાવે છે કે, ગુજરાતમાં કોઈ ચૂંટણીનો માહોલ નથી, પરંતુ ગુજરાતની વચ્ચે આવેલું સાજનપુરમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજુ બાજુના તમામ ગામોમાં ચૂંટણીનો પ્રચાર જોવા મળી રહ્યો નથી. પરંતુ સાજનપુર ગામ ગુજરાતના વચ્ચે છે. પરંતુ તે મધ્યપ્રદેશનું હોવાથી ચુંટણીનો માહોલનો ધમધમાટ જોવા મળી રહયો છે. રાજા રજવાડાના સમયથી સાજનપુર ગામ મધ્યપ્રદેશમાં આવેલું છે. ગામના લોકોનો મધ્યપ્રદેશના કોઈપણ ગામમાં જવું હોય તો ગુજરાતમાં રહીને જ જવું પડે છે. તમામ સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ સ્થાનિકોની હાલ એકજ માંગ છે ગુજરાતમાંથી સાજનપુર જવાનો રોડ કાચો છે તે રોડ મધ્યપ્રદેશ સરકાર અને ગુજરાત સરકાર બનાવી આપે.
સાજનપુરમાં છે બિસ્માર રોડની સમસ્યા 
સાજનપુર ગામમાં વ્હોરા જ્ઞાતિના એક પરીવાર સિવાય તમામ લોકો આદીવાસી કનાસિયા ગોત્રનાં નિવાસ કરે છે, પરંતુ આ ગામના લોકોનો મોટી સમસ્યા એ રહીં છે કે જિલ્લા મથક અલીરાજપુર કે ચાંદપુર જવા માટે સાજનપુર થી રંગપુર સુધીનાં બિસ્માર રોડ પરથી પસાર થવું પડે છે.
આ બિસ્માર માર્ગ વિશે પૂર્વ સરપંચ ગમજીભાઈ એ જણાવ્યું હતું કે  ગામમાં શાળા ૩ વર્ગ શાળા ઓ આવેલી છે, ધોરણ ૧ થી ૧૦ સુધીની નિવાસી શાળા આવેલી છે, પરંતુ અમારા ગામ થી મુખ્ય રોડને જોડતાં રસ્તાઓ ગુજરાત રાજ્યમાં આવેલા છે. જેથી મુખ્ય મથક અલીરાજપૂર કે કઠીવાડા તાલુકા મથકે આવવા જવા માટે રસ્તો નથી.. જેને લઇને ગામના લોકોને ઘણી અગવડતા પડે છે. આમારુ ગામ ગુજરાતની વચ્ચે આવેલું હોવાથી અમોને ગુજરાત સરકાર અને મધ્ય પ્રદેશ સરકાર  બન્ને મળી અમારી બુનિયાદી સુવિધા રોડની માંગ પૂરી કરે એવી અમારી માંગ છે.
મોટાં ભાગનાં આદિવાસી લોકો કરે છે નિવાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભીલ પ્રદેશમાં મોટાં ભાગનાં આદિવાસી લોકો નિવાસ કરે છે, જયારે ચૂંટાયેલાં પ્રતિનિધિઓ પણ આદિવાસી છે ત્યારે મઘ્ય પ્રદેશ અને ગુજરાતનાં લોકો સાથે રોટી બેટીનાં સામજિક વ્યવહારથી સંકળાયેલા છે. બન્ને રાજ્યોમાં ચૂંટાયેલાં પ્રતિનિધિઓ રોડ જેવી બુનિયાદી સુવિધાઓનો ઉકેલ લાવવો જોઈએ. બે રાજ્યોમાં અટવાયેલા આ સાજનપુર ગામમાં કેટલીક ખૂબીઓ જોવા મળે છે પરંતુ, મઘ્ય પ્રદેશનાં ગામના લોકોને રોડ રસ્તા જેવી બુનિયાદી સુવિધાઓ થી વંચિત રહેવું પડ્યું છે. જેનો ઉકેલ ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માનવીય અભિગમ દાખવી ને લાવવો જોઈએ જેથી મહિલા ઓની પ્રસુતિ કે આવશ્યક સેવાઓ થી કોઈ વંચિત નહિ રહે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×