Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC ODI World Cup 2023 ટૂર્નામેન્ટની ટિકિટ આ તારીખથી મળશે

આ વર્ષે ODI World Cup ભારતમાં રમાવાનો છે જેને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI દ્વારા આગામી વર્લ્ડ કપ 2023ની નવ મેચોના શિડ્યુલમાં ફેરફાર સાથે ICC ટૂર્નામેન્ટની ટિકિટો અંગેની માહિતી પણ સ્પષ્ટ થઈ ગઈ છે. ODI વર્લ્ડ કપ...
icc odi world cup 2023 ટૂર્નામેન્ટની ટિકિટ આ તારીખથી મળશે
Advertisement

આ વર્ષે ODI World Cup ભારતમાં રમાવાનો છે જેને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI દ્વારા આગામી વર્લ્ડ કપ 2023ની નવ મેચોના શિડ્યુલમાં ફેરફાર સાથે ICC ટૂર્નામેન્ટની ટિકિટો અંગેની માહિતી પણ સ્પષ્ટ થઈ ગઈ છે. ODI વર્લ્ડ કપ મેચોની ટિકિટ આ મહિનાથી જ ઓનલાઈન ઉપલબ્ધ થશે. વળી ક્રિકેટ ફેન્સ ટિકિટની પ્રી-નોંધણી ક્યારે કરી શકશે તે અંગે પણ માહિતી સામે આવી ગઇ છે.

ક્યારે મળશે ODI World Cup ની ટિકિટ ?

Advertisement

ક્રિકેટની આટલી મોટી ટૂર્નામેન્ટ ભારતમાં રમાવાની હોય ત્યારે ફેન્સ ટિકિટ ક્યારે મળશે તે અંગે જાણવા સૌથી વધુ આતુર હોય છે. ત્યારે અમે સૌ ક્રિકેટ ફેન્સને જણાવવા માંગી રહ્યા છીએ કે તમે જે ક્ષણની રાહ જોઇ રહ્યા હતા તે ક્ષણ હવ જલ્દી જ આવી જશે. જીહા, તાજેતરમાં મળતી માહિતી અનુસાર, ભારતમાં રમાવાની આ મેગા ઈવેન્ટની મેચોની ટિકિટ 25 ઓગસ્ટથી ઓનલાઈન ઉપલબ્ધ થશે, જોકે ચાહકો 15 ઓગસ્ટથી ટિકિટ ખરીદવા માટે પ્રી-નોંધણી કરી શકશે. મળી રહેલી માહિતી અનુસાર જ્યાં ટીમ ઈન્ડિયાની મેચ રમાઈ રહી છે તે મેદાન પર ચાહકોએ હોટલ બુક કરાવવાનું શરૂ કરી દીધું છે. આ મેગા ઈવેન્ટનું નવું શેડ્યૂલ બુધવારે (9 ઓગસ્ટ) બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ભારત vs પાકિસ્તાન સહિત નવ મેચોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

આ રીતે મળી શકે છે ટિકિટ

મહત્વનું છે કે, આગામી ODI વર્લ્ડ કપ 2023ની ટિકિટ માટે ચાહકોએ 15મી ઓગસ્ટથી https://www.cricketworldcup.com/register દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આનાથી તેઓ ટિકિટ વિશે અપડેટ રહેશે અને આ સિવાય વર્લ્ડ કપમાં તેમનું સ્થાન સુરક્ષિત કરવામાં મદદ કરશે. ઉપરાંત, મેચ ટિકિટ માટે ICCની વેબસાઇટ સિવાય, સત્તાવાર ટિકિટિંગ ભાગીદારોની વેબસાઇટની મુલાકાત લઈને પણ બુકિંગ કરી શકાય છે. જણાવી દઇે કે, ભારત આ વખતે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતની મેચોની ટિકિટના વેચાણ માટે અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે. જ્યાં ટીમ ઈન્ડિયાની મેચોની ટિકિટ પાંચ તબક્કામાં વેચવામાં આવશે, જે 31 ઓગસ્ટથી શરૂ થશે.

કુરિયર દ્વારા ઘરે બેસીને વર્લ્ડ કપ મેચોની ટિકિટ કેવી રીતે ખરીદી શકશો?

એકવાર ટિકિટ બુક થઈ જાય પછી, ચાહકોને કુરિયર દ્વારા અથવા કાઉન્ટર પર ટિકિટ એકત્રિત કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જેઓ કુરિયર સુવિધા દ્વારા તેમની ટિકિટ મેળવવા માંગે છે તેઓએ 140 રૂપિયા વધારાના ચૂકવવા પડશે, આ સુવિધા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ છે. કુરિયર વિકલ્પ ફક્ત તે જ લોકો માટે ઉપલબ્ધ રહેશે જેઓ નિર્ધારિત મેચના 72 કલાક પહેલા ટિકિટ ખરીદે છે.

વર્લ્ડ કપ મેચોની ટિકિટની કિંમત કેટલી હશે?

આ વર્લ્ડ કપની મેચોની ટિકિટ માટે ફેન્સ રાહ જોઇ રહ્યા હોય છે પરંતુ તેની સાથે જ તેઓ આ ટિકિટની કિંમત કેટલી હશે તેના વિશે પણ જાણવા માંગી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મેગા ઈવેન્ટની મેચોની ટિકિટની કિંમત 500 થી 10,000 રૂપિયા પ્રતિ ટિકિટની વચ્ચે હશે. વળી કિંમતો સ્થળ અને મેચ પર પણ નિર્ભર રહેશે.

આ પણ વાંચો - ICC World Cup 2023 Rescheduled : ભારત અને પાકિસ્તાનની 9 મેચોમાં થયો ફેરફાર, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×