US : ડોનાલ્ડ ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી, જાણીને તમે પણ હસી પડશો...
- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેફામ નિવેદનના કારણે ચર્ચામાં
- ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના PM ટ્રુડોની મજાક ઉડાવી
- ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઉડાવી મજાક
અમેરિકા (US)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બેફામ નિવેદનો માટે જાણીતા છે. તાજેતરમાં તેણે કેનેડાને અમેરિકા (US)નું 51 મું રાજ્ય બનવાની ઓપન ઓફર કરી હતી. પરંતુ હવે ટ્રમ્પે શું કર્યું તે જાણીને તમે દંગ રહી જશો. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવી છે. ટ્રમ્પે ટ્રુડોને 'કેનેડાના ગવર્નર' કહ્યા છે.
ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી હતી...
તમને જણાવી દઈએ કે, ટ્રુડો ગયા અઠવાડિયે ટ્રમ્પ સાથે ડિનર માટે તેમના ખાનગી ક્લબ 'માર-એ-લાગો' ગયા હતા. ટ્રુડોએ અહીં અમેરિકા (US)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ટ્રમ્પે કેનેડાની સરકારને ચેતવણી આપી હતી કે જો તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ડ્રગ્સના પ્રવાહને રોકવામાં નિષ્ફળ જશે તો કેનેડા પર 25 ટકા ડ્યુટી (ટેક્સ) લાદવામાં આવશે.
It was a pleasure to have dinner the other night with Governor Justin Trudeau of the Great State of Canada. I look forward to seeing the Governor again soon so that we may continue our in depth talks on Tariffs and Trade, the results of which will be truly spectacular for all!…
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) December 10, 2024
આ પણ વાંચો : South Korea ના રાષ્ટ્રપતિની ઓફિસમાં પોલીસના દરોડા, મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી...
ટ્રમ્પે શું કહ્યું?
"કેનેડાના મહાન રાજ્યના ગવર્નર જસ્ટિન ટ્રુડો સાથે રાત્રિભોજન કરવું ખૂબ જ આનંદદાયક હતું," ટ્રુડોએ ડિનર દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેનેડાના PM ની મજાક ઉડાવી હતી આવા ટેરિફ કેનેડાના અર્થતંત્રને બરબાદ કરશે. આના પર ટ્રમ્પે ટ્રુડોને કેનેડાને અમેરિકા (US)નું 51મું રાજ્ય બનાવવાની ઓફર કરી હતી.
આ પણ વાંચો : Syria માં સ્થિતિ વણસી, ભારતે 75 નાગરિકોને એરલિફ્ટ કર્યા, 44 કાશ્મીરીઓનો પણ સમાવેશ
'અમે સબસિડી કેમ આપીએ છીએ?'
તાજેતરમાં જ ટ્રમ્પે NBC ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે દર વર્ષે કેનેડાને 100 બિલિયન યુએસ ડોલરથી વધુની સબસિડી આપીએ છીએ. અમે મેક્સિકોને અંદાજે US $300 બિલિયન જેટલી સબસિડી આપી રહ્યા છીએ. આપણે સબસિડી ન આપવી જોઈએ. શા માટે આપણે આ દેશોને સબસિડી આપીએ છીએ? જો અમે તેમને સબસિડી આપી રહ્યા છીએ, તો તેઓ એક રાજ્ય બનવું જોઈએ."
આ પણ વાંચો : દિલ્હી જ નહીં આ દેશના શહેરની હવામાં પણ પ્રદૂષણનો જોવા મળ્યો કહેર!


