Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Alaska Meet માં મોટી જાહેરાત નહીં, ટ્રમ્પ-પુતિને કહ્યું,'બેઠક સકારાત્મક રહી'

Alaska Meet : જો આ મુદ્દા પર બીજી બેઠક યોજાશે, તો યુક્રેન-રશિયા યુદ્ધ (Russia - Ukraine War) નો અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે
alaska meet માં મોટી જાહેરાત નહીં  ટ્રમ્પ પુતિને કહ્યું  બેઠક સકારાત્મક રહી
Advertisement
  • સમગ્ર વિશ્વની નજર અલાસ્કા બેઠક પર
  • રશિયા અને અમેરિકાના વડા વચ્ચેની પ્રથમ બેઠક સકારાત્મક રહી
  • દ્વિતિય બેઠક મોક્સોમાં યોજાય તેવા એક તરફી સંકેત
  • યુક્રેન જોડે યુદ્ધ વિરામ પર કોઇ મોટી જાહેરાત નહીં

Alaska Meet : ભારત સહિત વિશ્વભરના દેશો આજે અલાસ્કાના એન્કોરેજમાં યોજાયેલી બેઠક (Alaska Meet) પર નજર રાખી રહ્યા હતા. આ બેઠક યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન (Russian President - Vladimir Putin) વચ્ચે થઈ હતી. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને (Russia - Ukraine War) સમાપ્ત કરવા માટે કામ કરવાનો સ્પષ્ટ હતો. બેઠક પછી પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ તેને સકારાત્મક પણ ગણાવ્યું હતું. જોકે, યુદ્ધવિરામ પર પહોંચી શકાયું નથી. યુએસ પ્રમુખ કહે છે કે, ઘણા મુદ્દાઓ પર સંમતિ છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર પહોંચી શકાયું નથી.

અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ

બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક (Trump - Putin Alaska Meet) શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક યોજાશે, તો યુક્રેન-રશિયા યુદ્ધ (Russia - Ukraine War) નો અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો કે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે, આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને (Russian President - Vladimir Putin) ટ્રમ્પને કહ્યું કે, આગામી બેઠક મોસ્કોમાં યોજવી જોઈએ. જેના પર ટ્રમ્પે કહ્યું કે, તે આગળ જોવામાં આવશે.

Advertisement

હવે ખૂબ સારા સીધા સંપર્કો સ્થાપિત થયા

પ્રેસને સંબોધતા પુતિને કહ્યું કે, જો 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ (US President Donald Trump) હોત, તો યુક્રેન સાથે ક્યારેય યુદ્ધ ના થયું હોત. છેલ્લા કેટલાક વર્ષોથી, અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ સારા સંપર્કો ન્હોતા. પરંતુ હવે ખૂબ સારા સીધા સંપર્કો સ્થાપિત થયા છે, જે છેલ્લા 'ખૂબ જ મુશ્કેલ સમયગાળા' પછી જરૂરી હતા.

Advertisement

પરસ્પર સમજ યુક્રેનમાં શાંતિ લાવશે

તેમણે કહ્યું કે, યુક્રેન સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં ઇચ્છા અને નિષ્ઠાવાન રસ દર્શાવવા બદલ હું ટ્રમ્પનો આભાર માનું છું. આ યુદ્ધનો અંત (Russia - Ukraine War) લાવવા માટે, બધા મૂળ કારણોને દૂર કરવા અને રશિયાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. હું ટ્રમ્પ સાથે સંમત છું કે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. મને આશા છે કે, પરસ્પર સમજ યુક્રેનમાં શાંતિ લાવશે.

ટ્રમ્પ અને પુતિનની અલાસ્કા (Trump - Putin Alaska Meet) પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

  1. યુદ્ધવિરામ (Russia - Ukraine War) પર કોઈ કરાર નથી: ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત લગભગ ત્રણ કલાક સુધી ચાલી. જોકે, યુદ્ધવિરામ પર કોઈ કરાર થઈ શક્યો નહીં.
  2. વાતચીત સકારાત્મક રહી (Trump - Putin Alaska Meet) : પુતિને બેઠકને રચનાત્મક અને પરસ્પર આદરથી ભરેલી ગણાવી. તે જ સમયે, ટ્રમ્પે કહ્યું કે સારી પ્રગતિ થઈ છે. પરંતુ વધુ ચર્ચા પણ જરૂરી છે.
  3. મોસ્કોમાં આગામી બેઠકનો પ્રસ્તાવ: પુતિને આગામી બેઠક મોસ્કોમાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટ્રમ્પે વાતચીત આગળ ચાલુ રાખવાનો પણ સંકેત આપ્યો છે.
  4. યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો પ્રશ્ન ખુલ્લો છોડી દેવામાં આવ્યો: ટ્રમ્પે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો પ્રશ્ન ખુલ્લો છોડી દીધો છે. તેમણે કહ્યું કે, શક્ય છે કે અમેરિકા યુરોપ અને અન્ય દેશો સાથે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપી શકે.
  5. સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષા એજન્ડા પર ચર્ચા: આ બેઠકમાં માત્ર યુક્રેન સંઘર્ષ જ નહીં પરંતુ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષા, શાંતિ વાટાઘાટો, અમેરિકન હિતો - આ બધા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો ---- LIVE ટ્રમ્પ-પુતિન બેઠક : યુક્રેન યુદ્ધ પર કોઈ યુદ્ધવિરામ નહીં, પણ સકારાત્મક સંકેતો... ટ્રમ્પ-પુતિન બેઠક અલાસ્કામાં સમાપ્ત

Tags :
Advertisement

.

×