અમેરિકા વેનેઝુએલા પર કરી શકે છે હુમલો? ડોનાલ્ડ ટ્રમ્પે એરસ્પેસ બંધ કરવાના આપ્યા આદેશ!
- Trump Venezuela Airspace: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધ્યો
- ટ્રમ્પે વેનેઝુએલાની આસપાસના એરસ્પેસ બંધનો આપ્યો આદેશ
- ટ્રમ્પે ડ્રગ્સ અને માનવ તસ્કરી મામલે આપી હતી કડક ચેતવણી
- ટ્રમ્પે વેનેઝુએલાની આસપાસ એરસ્પેલ બંઘના આપ્યા આદેશ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વેનેઝુએલાના (Venezuela) રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro) વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાએ માદુરો સરકારને 'ગેરકાયદેસર શાસન' જાહેર કર્યા બાદ, ટ્રમ્પે એક મોટું અને અણધાર્યું પગલું ભર્યું છે. તેમણે વેનેઝુએલાનું અને તેની આસપાસનું સંપૂર્ણ હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનો (Donald Trump) આ આદેશ સ્પષ્ટ બતાવે છે કે અમેરિકા હવે વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહી, આર્થિક પ્રતિબંધો કે અન્ય વ્યૂહાત્મક પગલાં વધુ સખત કરી શકે છે.
Trump Venezuela Airspace : ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી
ટ્રમ્પે ખાસ કરીને એરલાઇન્સ, પાઇલટ્સ, ડ્રગ ડીલરો અને માનવ તસ્કરોને સંબોધીને આ ચેતવણી આપી હતી. શનિવારે તેમણે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કર્યું હતું કે: "બધી એરલાઇન્સ, પાઇલટ્સ, ડ્રગ હેરફેર કરનારાઓ અને માનવ તસ્કરોએ વેનેઝુએલા પર અને તેની આસપાસના સમગ્ર હવાઈ ક્ષેત્રને સંપૂર્ણપણે બંધ ગણવું જોઈએ." અગાઉ, યુએસ એવિએશન રેગ્યુલેટરે પણ વેનેઝુએલા ઉપર ઉડાન ભરવાને ખતરનાક ગણાવ્યું હતું, જેના પગલે ત્રણ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી.
Donald J. Trump Truth Social 11.29.25 07:43 PM EST pic.twitter.com/h45AFvwcwk
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) November 29, 2025
Trump Venezuela Airspace : આતંકવાદી સંગઠન જાહેર કરવાની તૈયારી
યુએસ વહીવટીતંત્રનું માનવું છે કે માદુરો સરકાર ગેરકાયદેસર ડ્રગ હેરફેરમાં સામેલ છે, જોકે માદુરો આ આરોપોને સતત નકારે છે. અમેરિકા હવે વેનેઝુએલાના સંગઠન કાર્ટેલ ડે લોસ સોલ્સને 'વિદેશી આતંકવાદી સંગઠન' જાહેર કરવાની તૈયારીમાં છે. સંરક્ષણ સચિવના મતે, આ કરવાથી વેનેઝુએલાની સંપત્તિ અને માળખાગત સુવિધાઓ પર હુમલા કરવા સહિતના નવા વિકલ્પો અમેરિકા માટે ખુલી જશે. ટ્રમ્પના આ નિવેદનથી સવાલો ઊભા થયા છે કે શું અમેરિકા વેનેઝુએલા સામે લશ્કરી પગલાં લેવા જઈ રહ્યું છે, જોકે હવાઈ ક્ષેત્ર બંધ કરવા પાછળનું સત્તાવાર કારણ હજુ જાહેર થયું નથી.
આ પણ વાંચો: યુક્રેને રશિયાના ઓઇલ જહાજ પર સાધ્યું નિશાન, મોટું નુકશાન પહોંચાડ્યાનો દાવો


