Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાંસિયામાં ધકેલાયેલા પાકિસ્તાનની મદદે આવ્યું તુર્કિયે

Terror Attack : પાકિસ્તા હાંસિયામાં ધકેલાઇ રહ્યું છે. તેવામાં મોટા ભાગના દેશો ભારતની સાથે છે, અને જવાબી કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે
હાંસિયામાં ધકેલાયેલા પાકિસ્તાનની મદદે આવ્યું તુર્કિયે
Advertisement
  • પાકિસ્તાનની મદદે તુર્કિયે આવ્યું હોવાનો દેખાડો કરાયો
  • તુર્કિયે પોતાનું યુદ્ધ જહાજ કરાંચી પોર્ટ પર મોકલ્યું
  • પાકિસ્તાને સોશિયલ મીડિયામાં ભારે દેખાડો કર્યો
  • હકીકતે પાકિસ્તાન દિવસેને દિવસે હાંસિયામાં ધકેલાઇ રહ્યું છે

Terror Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી (PAHALGAM TERROR ATTACK) હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાનને ચોતરફથી ઘેર્યું છે. દિવસેને દિવસે પાકિસ્તાન લાચારીમાં ધકેલાઇ રહ્યું છે. ત્યારકે પાકિસ્તાનની મદદે તુર્કિયે (TURKIYE) આવ્યું હોવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. તુર્કિયે પોતાનું યુદ્ધજહાજ પાકિસ્તાનમાં (WARSHIP IN PAKISTAN) મોકલ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતની કાર્યવાહીથી ફફડી ઉઠેલા પાકિસ્તાને આ વાતનો સોશિયલ મીડિયામાં ભારે દેખાડો કર્યો છે.

સહયોગના નામે યુદ્ધજહાજને મોકલવામાં આવ્યું

પહલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તા આતંકવાદ મુદ્દે ચોતરફથી ઘેરાયું છે. ધીર ધીરે તે હાંસિયામાં ધકેલાઇ રહ્યું છે. ત્યારે આ વચ્ચે મોટા ભાગના દેશો ભારતની સાથે ઉભા છે, અને આતંકવાદ વિરૂદ્ધ જવાબી કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે ભારતના નિર્ણયોથી ફફડી ઉઠેલા પાકિસ્તાનની મદદે આવ્યું તુર્કિયે. તુર્કિયે પોતાનું યુદ્ધ જહાજ ટીસીજી બુયુકાડા કરાંચી પોર્ટ (KARACHI PORT) પર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સહયોગના નામે પાકિસ્તાનની મદદે આ યુદ્ધજહાજને મોકલવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. આ વાતનો પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયામાં નર્યો દેખાડો કરવામાં આવી રહ્યો છે.

Advertisement

ભારત આરપારની લડાઇ માટે સજ્જ બન્યું

આતંકવાદને પોષવા માટે પાકિસ્તાન પર દુનિયાભરમાંથી માછલા ધોવાઇ રહ્યા છે. અને આતંકવાદ સામે કોઇ નિર્ણાયક કામગીરી નહીં કરવાના કારણે અન્ય દેશો તેનો ભોગ બની રહ્યા છે. બીજી તરફ ભારત આરપારની લડાઇ માટે સજ્જ બન્યું છે. અને એક પછી એક વ્યુહાત્મક નિર્ણયો લઇને પાકિસ્તાનને વધુમાં વધુ હાંસિયામાં ધકેલી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- જમ્મુ કાશ્મીરમાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ, જંગલમાંથી IED સહિત હથિયાર જપ્ત

Tags :
Advertisement

.

×