ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TwitterDown : સતત બીજા દિવસે અચાનક ડાઉન થયું સો. મીડિયા પ્લેટફોર્મ X, દુનિયાભરમાં યુઝર્સ પરેશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નાં યુઝર્સને પોસ્ટ કરવામાં અને રિફ્રેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
07:42 PM May 24, 2025 IST | Vipul Sen
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નાં યુઝર્સને પોસ્ટ કરવામાં અને રિફ્રેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
Twitter_Gujarat_first
  1. સતત બીજા દિવસે માઇક્રોબ્લોગિંગ સાઇટ X અચાનક ડાઉન થયું
  2. X નું સર્વર વિશ્વભરમાં ડાઉન, યુઝર્સને ભારે હાલાકી
  3. સો. મીડિયા પર #TwitterDown હેશટેગ પણ હાલ ટ્રેડિંગમાં 

માઇક્રોબ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) શનિવારે સાંજે (24 મે, 2025) અચાનક ડાઉન (Twitter Down) થયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નાં યુઝર્સને પોસ્ટ કરવામાં અને રિફ્રેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. X નું સર્વર હાલમાં વિશ્વભરમાં ડાઉન છે એવી માહિતી છે. ત્યારે #TwitterDown હેશટેગ પણ હાલ ટ્રેડિંગમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો - RBI Update: હવે KYC અપડેટ કરવું થયું વધુ સરળ, જાણો RBI નો નવો પ્લાન

આ આઉટેજની વૈશ્વિક સ્તરે અસર પડી

માઇક્રોબ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) ડાઉન થયું છે, જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (Twitter Down) શનિવારે સાંજે અચાનક બંધ થઈ ગયું. અહેવાલ અનુસાર, આ આઉટેજની વૈશ્વિક સ્તરે અસર પડી છે, જેના કારણે કરોડો યુઝર્સ પ્રભાવિત થયા છે. ભારતમાં, યુઝર્સને પ્લેટફોર્મની ખાસ સુવિધાઓ સાથે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફીડ રિફ્રેશ કર્યા પછી પણ ટાઇમલાઇન અપડેટ નથી થઈ રહી.

આ પણ વાંચો - Smart Gadgets : સ્માર્ટ ફોનને વીતેલી પેઢીના બનાવી દેવા સક્ષમ છે આ સ્ક્રીન લેસ AI ડિવાઈસ

આ અંગે 5 હજાર ફરિયાદો મળી

Downdetector.com, એક લોકપ્રિય વેબસાઇટ જે રીઅલ-ટાઇમ આઉટેજ પર નજર રાખે છે, તેને વિશ્વભરમાંથી 5,000 થી વધુ ફરિયાદો મળી છે, જે વ્યાપક તકનીકી સમસ્યાઓની પુષ્ટિ કરે છે. ડાઉનડિટેક્ટરનાં અહેવાલો અનુસાર, આઉટેજથી ખાસ કરીને એન્ડ્રોઇડ અને આઇફોન પર મોબાઇલ યુઝર્સને અસર થઈ છે અને ડેસ્કટોપ યુઝર્સ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ગઈકાલે એટલે કે શુક્રવારે બપોરે પણ તે અચાનક બંધ થઈ ગયું હતું. કેટલાક યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમને એક્સનો ઉપયોગ કરવામાં અને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉન ડિટેક્ટર મુજબ, સ્થાનિક સમય મુજબ બપોરે 2:00 વાગ્યે યુએસમાં 6,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી.

આ પણ વાંચો - Vaibhav Taneja : શું આપ ટેસ્લાના હાઈએસ્ટ પેઈડ CFO વૈભવ તનેજા વિશે જાણો છો ?

Tags :
Downdetectorelon muskGUJARAT FIRST NEWSMicroblogging site X DownSocial Media PlatformTechnology NewsTop Gujarati Newstwitter-downTwitterdownX Outage
Next Article