Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંઘ પ્રદેશ Daman માં બે યુવકોને દરિયો ખેંચી ગયો! બચાવના તમામ પ્રયાસ નિષ્ફળ

Daman Sea: વરસાદની કારણે અત્યારે દરિયો ભારે તોફાન મચાવી રહ્યો છે. દરિયા કિનારે નહાવા જતા પહેલા ખાસ વિચાર કરી દેવો જોઈએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સંઘપ્રદેશ દમણની મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે દમણ દરિયામાં રવિવારે...
સંઘ પ્રદેશ daman માં બે યુવકોને દરિયો ખેંચી ગયો  બચાવના તમામ પ્રયાસ નિષ્ફળ
Advertisement

Daman Sea: વરસાદની કારણે અત્યારે દરિયો ભારે તોફાન મચાવી રહ્યો છે. દરિયા કિનારે નહાવા જતા પહેલા ખાસ વિચાર કરી દેવો જોઈએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સંઘપ્રદેશ દમણની મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે દમણ દરિયામાં રવિવારે બે યુવકોના ડૂબી હોવાની ભાળ મળી હતી. આ બન્ને યુવકોનું મોત થયો મામલો સામે આવ્યો છે.નોંધનીય છે કે, દરિયામાં ડૂબતા યુવકોનો વીડિયો વાયરલ પણ થયો છે.

પ્રચંડ મોજા ઉછળતા હોવા છતાં યુવકો કિનારા નજીક ગયા

મળતી વિગતો પ્રમાણે સુરતથી ફરવા આવેલ યુવકોના ગ્રુપના બે યુવકો દરિયામાં તણાયા હતા. તોફાની દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા છતાં યુવકો કિનારા નજીક ગયા હતા. અચાનક દરિયામાંથી આવેલા મહાકાય મોજામાં બંને યુવકો તણાયા હતા. નોંધનીય છે કે, કિનારા પર ઉભેલા લોકો અને સાથીઓએ બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા. અનેક પ્રયાસો કરવા છતાં પણ તે યુવકોને બચાવી શકાયા નહોતા.

Advertisement

દરિયાના રૌદ્ર રૂપ સામે બચાવના તમામ પ્રયાસ નિષ્ફળ

નોંધનીય છે કે, દરિયાના રૌદ્ર રૂપ સામે બચાવના તમામ પ્રયાસ નિષ્ફળ જોવા મળ્યા હતા. અનેક પ્રયાસો વચ્ચે બંને યુવકોનું ડૂબી જવાથી મોત થયુ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ યુવકો દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. પરંતુ આ યુવકોને ફરાવ જવું ખુબ જ ભારે પડ્યું હતું.

Advertisement

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

તમને જણાવી દઇએ કે, દરિયા કિનારે ચોમાસાની સિઝનમાં જતા પહેલા ખુબ જ તકેદારી રાખવી ખુબ જ આવશ્યક છે. અન્યથા આ યુવકોની જેમ જીવથી હાથ ધોવાનો પણ વારો આવી શકે છે. નોંધનીય છે કે, ચોમાસું હોવાથી દરિયા અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. જેથી તેની ચપેટમાં આવતા કોઈને પણ તે બક્ષતો નથી. જેથી આપણી સારસંભાળ આપણે જ રાખવી જોઇએ.

આ પણ વાંચો: GUJARAT: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના

આ પણ વાંચો: Ahmedabad : 500 વૃક્ષોનું નિકંદન કરનાર એજન્સીઓ પાસેથી રૂ.50-50 લાખનો દંડ ક્યારે વસૂલાશે ? લીધો આ નિર્ણય!

આ પણ વાંચો: Rajkot GameZone Fire : શખ્સના ગંભીર આરોપ, કહ્યું- ‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર…’!

Tags :
Advertisement

.

×