Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉદેપુરમાં ઝાકઝમાળ ભરેલા લગ્નનો ખર્ચ રેપિડો ડ્રાઇવરે ચૂકવ્યો, ED એ શરૂ કરી તપાસ

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શંકાસ્પદ બેંક વ્યવહારોની તપાસ શરૂ કરી હતી (Udaipur Money Laundering Case). તપાસમાં જાણવા મળ્યું કે, 19 ઓગસ્ટ, 2024 થી 14 એપ્રિલ, 2025 સુધી કરોડો રૂપિયા સતત જમા કરવામાં આવ્યા હતા, અને તરત જ એક રેપિડો ડ્રાઇવરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
ઉદેપુરમાં ઝાકઝમાળ ભરેલા લગ્નનો ખર્ચ રેપિડો ડ્રાઇવરે ચૂકવ્યો  ed એ શરૂ કરી તપાસ
Advertisement
  • ઉદેપુરમાં આયોજિત ભવ્યાતિભવ્ય લગ્નનો ખર્ચ રેપિડો ડ્રાઇવરના એકાઉન્ટમાંથી કરાયો
  • મોટા લેવડ-દેવડ અંગે શંકા જતા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા તપાસ શરૂ કરાઇ
  • સટ્ટા બેટિંગની એપ્લીકેશન થકી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું હાલ સામે આવ્યું

Udaipur Money Laundering Case : રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલા એક શાહી લગ્ને હવે દેશનું ધ્યાન ખેંચ્યું છે. આમાં ફક્ત લગ્નની ભવ્યતા જ નહીં, પરંતુ મોટા પાયે થયેલા પૈસાની લેવડ-દેવડ પણ સામેલ છે. ED ની તપાસમાં ખુલાસો થયો છે કે, રેપિડો ડ્રાઇવરના બેંક ખાતામાંથી રૂ. 331 કરોડનો વ્યવહાર કરવામાં આવ્યો હતો (Udaipur Money Laundering Case), અને આખી રકમ લગ્નમાં ખર્ચવામાં આવી હતી. સૌથી અગત્યનું,કે ડ્રાઇવરને આ પૈસાની કોઈ જાણકારી નહોતી.

Advertisement

આ વ્યવહાર ક્યારે અને કેવી રીતે થયો ?

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શંકાસ્પદ બેંક વ્યવહારોની તપાસ શરૂ કરી હતી (Udaipur Money Laundering Case). તપાસમાં જાણવા મળ્યું કે, 19 ઓગસ્ટ, 2024 થી 14 એપ્રિલ, 2025 સુધી કરોડો રૂપિયા સતત જમા કરવામાં આવ્યા હતા, અને તરત જ એક રેપિડો ડ્રાઇવરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. કુલ વ્યવહારોની રકમ રૂ. 331.36 કરોડ હતી. ED ને શંકા હતી કે, આ મની લોન્ડરિંગનો સ્પષ્ટ કેસ હતો. આના કારણે મની ટ્રેલ મળી આવ્યો, જેણે તપાસની દિશાને સંપૂર્ણપણે બદલી નાખી હતી.

Advertisement

શું રેપિડો ડ્રાઇવરનું એકાઉન્ટ "મની મ્યુલ" બની ગયું ?

જ્યારે ED એ ડ્રાઇવરને પૂછપરછ કરી, ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો (Udaipur Money Laundering Case). તેણે કહ્યું કે, તેણે ક્યારેય આટલા પૈસા જોયા નથી, કે, તેણે કોઈને તેના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી.

...તો એકાઉન્ટમાંથી રૂપિયા કેવી રીતે આવ્યા અને તે ક્યાં ગયા ?

ED ની તપાસમાં શંકા ગઈ કે, ડ્રાઇવરના એકાઉન્ટનો ઉપયોગ મની મ્યુલ એકાઉન્ટ તરીકે કરવામાં આવ્યો હતો (Udaipur Money Laundering Case),- એક એવું એકાઉન્ટ જેના દ્વારા કાળા નાણાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકાય છે, જેથી સાચા માલિકનું નામ જાહેર ના થાય.

1xBet એપ સાથે શું જોડાણ છે ?

તપાસમાં બહાર આવ્યું કે, 1xBet એપ દ્વારા સમગ્ર નાણાંનો ટ્રેસ શોધી કાઢવામાં આવ્યો હતો. આ એ જ એપ છે જે અગાઉ અસંખ્ય શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને કાળા નાણાંના કેસોમાં ફસાયેલી છે (Udaipur Money Laundering Case). ED ના જણાવ્યા અનુસાર, આ એપ સાથે સંકળાયેલા લોકોએ ડ્રાઇવરના બેંક એકાઉન્ટને નિશાન બનાવ્યો હતો. જેથી કાળા નાણાં તેના એકાઉન્ટ દ્વારા સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકાય, લગ્ન માટે ભંડોળ પૂરું પાડવા માટે તેના એકાઉન્ટમાંથી સમગ્ર રૂ. 331 કરોડ ડાયવર્ટ કરી શકાય.

શાહી લગ્ન માટે આટલા બધા પૈસા ક્યાં ગયા ?

ED ની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે, આખી રકમ લગ્નના ખર્ચ પાછળ ખર્ચવામાં આવી હતી. આમાં શામેલ છે:

  • હોટેલ તાજ અરવલીનું બુકિંગ
  • ભવ્યાતિભવ્ય સજાવટ
  • ઇવેન્ટ મેનેજમેન્ટ
  • કેટરિંગ
  • મુખ્ય વિક્રેતાઓને ચુકવણી
  • અન્ય સેવાઓ માટેના બિલ

એક જ લગ્નમાં ખર્ચવામાં આવેલી મોટી રકમ પ્રશ્નો ઉભા કરે છે.

શું આ રાજસ્થાનનો સૌથી મોટો મની લોન્ડરિંગ કેસ છે ?

એક જ સામાન્ય ડ્રાઇવરના ખાતામાંથી રૂ. 331 કરોડ ટ્રાન્સફર અને ખર્ચ કરવામાં આવ્યા હતા, તે હકીકત આ કેસને દેશના સૌથી મોટા મની લોન્ડરિંગ કેસોમાંનો એક બનાવી શકે છે (Udaipur Money Laundering Case). ED હવે લગ્નના આયોજકોની ભૂમિકાની તપાસ કરી રહી છે. 1xBet એપ સાથે સંકળાયેલા આ નેટવર્કમાં કોણ કોણ સામેલ હતા ? ખરેખર પૈસા કોના છે ? અને એક જ ડ્રાઇવરના ખાતા દ્વારા આટલા બધા પૈસા કેમ ટ્રાન્સફર કરવામાં આવ્યા ?

આ પણ વાંચો ------  ભારતની GDP એ રોકેટ ગતિ પકડી, જાણો કયા સેક્ટરે વૃદ્ધિદરમાં બાજી મારી

Tags :
Advertisement

.

×