Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેનનો રશિયા પર પલટવાર, ડ્રોન હુમલામાં ઓઇલ ડેપોમાં ભીષણ આગ, એરપોર્ટ બંધ કરાયું

RUSSIA-UKRAINE WAR : ડ્રોનને તોડી પાડવામાં આવ્યા પછી, તેનો કાટમાળ ઇંધણ ટાંકી સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે આગ લાગી હતી
યુક્રેનનો રશિયા પર પલટવાર  ડ્રોન હુમલામાં ઓઇલ ડેપોમાં ભીષણ આગ  એરપોર્ટ બંધ કરાયું
Advertisement
  • રશિયા અને યુક્રેન વચ્ચે તણાવભરી સ્થિતી યથાવત
  • યુક્રેને રશિયા પર પલટવાર કરતા ડ્રોન હુમલો કર્યો
  • સોચી ઓઇલ ડેપોમાં ભીષણ આગ, અત્યાર સુધી જાનહાની નહીં

RUSSIA-UKRAINE WAR : રવિવારે યુક્રે (UKRAINE) ને રશિયાના ઓઇલ ડેપો (RUSSIAN OIL DEPOT) પર ખૂબ જ ભીષણ હુમલો કર્યો છે. આ અંગે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાળા સમુદ્રના દરિયાકાંઠાના પર્યટન સ્થળ સોચી નજીક એક ઓઇલ ડેપો (SOCHI OIL DEOPT FIRE) પર રાત્રે યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ હુમલા પછી યુક્રેન અને રશિયા વચ્ચે હુમલાઓનો સિલસિલો તેજ બન્યો છે. ઓઇલ ડેપોમાં જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી વધી રહ્યા છે.

ઓઇલ ડેપોમાં ભયાનક આગ

ક્રાસ્નોદર પ્રદેશના ગવર્નર વેનિયામિન કોન્ડ્રેટેવે ટેલિગ્રામ પર માહિતી આપી હતી કે, ડ્રોનને તોડી પાડવામાં આવ્યા પછી, તેનો કાટમાળ ઇંધણ ટાંકી સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે આગ લાગી હતી. આ આગને ઓલવવા માટે 120 થી વધુ અગ્નિશામકોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં ઓઇલ ડેપો ઉપર ગાઢ ધુમાડો નીકળતો જોવા મળે છે. દરમિયાન રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ સોચી એરપોર્ટ પર ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

Advertisement

યુક્રેનિયન ડ્રોન હુમલામાં 4 લોકો ઘાયલ થયા છે

રશિયાના વોરોનેઝ ક્ષેત્રમાં બીજા યુક્રેનિયન ડ્રોન હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શનિવાર રાતથી રવિવાર સવાર સુધી રશિયા અને કાળા સમુદ્ર ઉપર 93 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ દક્ષિણ યુક્રેનિયન શહેર માયકોલાઈવમાં એક રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને રશિયન મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સાત લોકો ઘાયલ થયા હતા, જે અંગે યુક્રેનની ઇમરજન્સી સેવાઓએ અહેવાલ આપ્યો હતો. યુક્રેનિયન વાયુસેનાએ અહેવાલ આપ્યો હતો કે, રશિયાએ રવિવારે યુક્રેન પર 76 ડ્રોન અને 7 મિસાઈલ છોડ્યા હતા. આમાંથી, 60 ડ્રોન અને 1 મિસાઈલ તોડી પાડવામાં આવી હતી, પરંતુ 16 ડ્રોન અને 6 મિસાઈલ આઠ અલગ અલગ સ્થળોએ તેમના લક્ષ્યો પર પહોંચી હતી.

Advertisement

શું રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થશે ?

આ હુમલા એવા સમયે થઈ રહ્યા છે, જ્યારે યુક્રેન તેના સૌથી ઘાતક અઠવાડિયામાંથી પસાર થઈ રહ્યું છે. ગુરુવારે, રશિયન ડ્રોન અને મિસાઈલ હુમલામાં 5 બાળકો સહિત 31 લોકો માર્યા ગયા હતા અને 150 થી વધુ લોકો ઘાયલ થયા હતા. દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને શાંતિ પ્રયાસોમાં પ્રગતિ કરવા માટે 8 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, ખાસ દૂત સ્ટીવ વિટકોફ રશિયા જઈ રહ્યા છે જેથી મોસ્કોને યુદ્ધવિરામ માટે સંમત કરાવવાનો પ્રયાસ કરી શકાય અને સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે, જો પ્રગતિ નહીં થાય તો નવા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે.

આ પણ વાંચો ---- Pakistan : ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન પાકિસ્તાનની મુલાકાતે, વડાપ્રધાન શાહબાઝ સાથે કરી બેઠક

Tags :
Advertisement

.

×