યુક્રેને રશિયાના ઓઇલ જહાજ પર સાધ્યું નિશાન, મોટું નુકશાન પહોંચાડ્યાનો દાવો
- યુક્રેન અને રશિયા વચ્ચે તણાવભરી સ્થિતી યથાવત
- યુક્રેને રશિયન ઓઇલ જહાજ પર ડ્રોન વડે હુમલો કર્યો
- ઘટનામાં મોટું નુકશાન પહોંચાડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો
Ukraine Russia Conflict : શનિવારે, કાળા સમુદ્રમાં રશિયન તેલ ટેન્કર "વિરાટ" પર માનવરહિત ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ટેન્કરે મદદ માટે રેડિયો મારફતે માહિતી મોકલી અને ડ્રોન હુમલો થયો હોવાની જાણ કરી હતી. જો કે, જહાજને મોટું નુકસાન થયું, પરંતુ ક્રૂ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલો યુક્રેન-રશિયા સંઘર્ષમાં એક વળાંક લાવી શકે છે. યુક્રેને આ કાર્યવાહીની જવાબદારી સ્વીકારી છે, જે રશિયાના તેલ પરિવહન પર નોંધપાત્ર અસર કરે તેવી આશા સેવાઇ રહી છે.
અગાઉ પણ હુમલો કરવામાં આવ્યો હતો
તુર્કીના પરિવહન મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, કાળા સમુદ્રના કિનારાથી લગભગ 35 નોટિકલ માઇલ દૂર "વિરાટ" પર અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો. પરિવહન પ્રધાન અબ્દુલકાદિર ઉરાલોગ્લુએ જણાવ્યું હતું કે, બાહ્ય અસરનો અર્થ એ થઈ શકે છે કે, જહાજ ખાણ, રોકેટ, ડ્રોન અથવા માનવરહિત પાણીની અંદરના વાહન દ્વારા અથડાયું હતું. જો કે, "વિરાટ" ને થોડું નુકસાન થયું છે, અને ટેન્કર સ્થિર સ્થિતિમાં છે. ક્રૂ સારી સ્થિતિમાં છે.
યુક્રેને હુમલાનો દાવો કર્યો
અહેવાલ મુજબ, યુક્રેને શેડો ફ્લીટ ટેન્કર પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે યુક્રેન શાંતિ કરાર સુધી પહોંચવા માટે યુએસ તરફથી વધતા દબાણનો સામનો કરી રહ્યું છે. યુક્રેનની સુરક્ષા સેવા (SBU) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી SBU અને યુક્રેનિયન નૌકાદળ વચ્ચે સંયુક્ત યોજના હેઠળ કરવામાં આવી હતી. "વિડિઓ ફૂટેજ બતાવે છે કે, બંને ટેન્કરોને ગંભીર નુકસાન થયું હતું, અને હુમલા પછી તેમને સેવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ રશિયન તેલ પરિવહનને મોટો ફટકો પડશે." અન્ય એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે "મોર્ડનાઇઝ સી બેબી" નૌકાદળના ડ્રોન સફળતાપૂર્વક જહાજોને નિશાન બનાવી શક્યા હતા. વિડિઓમાં ડ્રોન જહાજોની નજીક આવતા અને પછી વિસ્ફોટ થતા જોવા મળે છે.
શેડો ફ્લીટ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો
બંને ટેન્કરો ગેમ્બિયન ધ્વજ લહેરાવે છે, અને પશ્ચિમી પ્રતિબંધોને આધીન છે. રશિયાના 2022 ના આક્રમણ બાદ, તેલ નિકાસ પર પ્રતિબંધ છે. યુક્રેને વારંવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને "શેડો ફ્લીટ" સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે, કારણ કે, આ તેલ નિકાસ રશિયાને તેના યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે. કિવ ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ મુજબ, આ ટેન્કરો લગભગ 70 મિલિયન ડોલરનું તેલ પરિવહન કરી શક્યા હોત.
આ પણ વાંચો ------ 62 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયાના PM વરરાજા બન્યા, જાણો કોણ છે જીવનસાથી


