Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah in Gujarat : આવતીકાલે અમિતભાઈ શાહ મોરબીમાં કાર્યાલય 'શ્રી કમલમ્'નું લોકાર્પણ કરશે

amit shah in gujarat   આવતીકાલે અમિતભાઈ શાહ મોરબીમાં કાર્યાલય  શ્રી કમલમ્ નું લોકાર્પણ કરશે
Advertisement

Bhavnagar : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ભાવનગરની મુલાકાતે (Amit Shah in Gujarat) પહોંચ્યા છે. એરપોર્ટ પર અમિતભાઇ શાહનું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી તેઓ સભા સ્થળે પહોંચ્યા છે, જ્યાં ખેસ, ચૂંદડી અને બુકે આપી કેન્દ્રીય ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ (Jagdishbhai Vishwakarma) કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનું ઉષ્માભેર સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા (Nimuben Bambhaniya), મનસુખભાઈ માંડવીયા (Mansukhbhai Mandaviya), મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani), કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભારતભાઈ બારડ સહિત ધારાસભ્ય, નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે.

Advertisement

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજપરામાં આઈશ્રી ખોડિયાર માતાજીનાં દર્શન કર્યા

November 20, 2025 6:24 pm

Advertisement

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાવનગરનાં રાજપરા ખાતે બિરાજમાન આઈશ્રી ખોડિયાર માતાજીનાં દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આવતીકાલે અમિતભાઈ શાહ મોરબીમાં કાર્યાલય \\\\\\\'શ્રી કમલમ્\\\\\\\'નું લોકાર્પણ કરશે

November 20, 2025 6:20 pm

આવતીકાલે અમિતભાઈ શાહનાં હસ્તે મોરબી જિલ્લા કાર્યાલય 'શ્રી કમલમ્'નું લોકાર્પણ કરાશે અને તેમ જ કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો, નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. આજે ભાવનગરમાં નારી ચોકડી ખાતે સભા સંબોધિત કરી અને ભાવનગર જિલ્લા કાર્યાલય 'ભાવ કમલમ્'નું લોકાર્પણ કર્યું.

ભાજપ પાર્ટીનાં કાર્યકરોનું બીજું ઘર એટલે ભાજપનું કાર્યાલય : અમિતભાઈ શાહ

November 20, 2025 6:12 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે, ભાજપની પાર્ટીએ કાર્યકર્તા આધારિત પાર્ટી છે. BJP ની રણનીતિ તૈયાર કરવા માટેનું કાર્યલાય હોય છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોનું બીજું ઘર એટલે ભાજપનું કાર્યાલય હોય છે અતિ આધુનિક કાર્યલાય બન્યા છે.

ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો માટે કાર્યાલય મંદિર સમાન : અમિતભાઈ શાહ

November 20, 2025 6:08 pm

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો માટે કાર્યાલય મંદિર સમાન છે. સમગ્ર દેશથી લઈ દેશનાં ગામડે-ગામડે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો છે તેનું ગર્વ છે. બીજેપીનાં કાર્યલાય માટે પ્રેમ આજે મેં ભાવનગરમાં જોયો છે. તેમણે કહ્યું કે, અગાઉ જીતુભાઇ વાઘાણીની ચૂંટણી વખતે ભાવનગર આવ્યો હતો તે અને આજનાં ભાવનગરમાં ખૂબ સુંદર કામો થયા છે.

BJP 18 હજાર કરોડ કાર્યકર્યાઓની ટીમ છે : અમિતભાઈ શાહ

November 20, 2025 6:05 pm

પોતાનાં સબોધનમાં અમિતભાઈ શાહે કહ્યું કે, ભાવનગરની ધરતીને યાદ કરવાનો મોકો છે, ભારત દેશ એકત્રિત કરવામાં ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો વિશેષ ફાળો છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દેશની સોથી મોટી પાર્ટી છે. 18 હજાર કરોડ કાર્યકર્યાઓની ટીમ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયો ખુલ્લા મુકવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ભાવનગર પહોંચ્યા

November 20, 2025 5:52 pm

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા છે. એરપોર્ટ પર અમિતભાઇ શાહનું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી તેઓ સભા સ્થળે પહોંચ્યા છે, જ્યાં ખેસ, ચૂંદડી અને બુકે આપી કેન્દ્રીય ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

This Live Blog has Ended
Advertisement

.

×