Amit Shah : પહેલગામ એટેકનાં આંતકીઓનો કેવી રીતે થયો સફાયો? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી
- 'ઓપરેશન મહાદેવ' હેઠળ પહેલગામ હુમલાના ત્રણેય ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા.
- આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની મતદાર ID નંબર અને વસ્તુઓ મળી આવી
- આતંકીઓ કેવી રીતે માર્યા ગયા ? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહેર ગૃહમાં આપી માહિતી
Delhi : 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનાં (Pahalgam Terrorist Attack) ગુનેગારોને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ઓપરેશન મહાદેવ' હેઠળ સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે (J&K Police) ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓના નામ સુલેમાન, અફઘાની અને ગિબરાન છે. ત્રણેય લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા અને 'એ-લિસ્ટ' આતંકવાદીઓની યાદીમાં સામેલ હતા. પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સુલેમાન હતો.
ત્રણેય મુખ્ય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા
તેમણે કહ્યું, "બૈસરન ખીણમાં આપણા નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકો હવે ઠાર મરાયા છે." ગૃહમંત્રીએ આ સફળ કાર્યવાહી માટે સુરક્ષા દળોને અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલાનાં થોડા કલાકો પછી તેઓ પોતે શ્રીનગર પહોંચ્યા હતા અને સતત બે દિવસ સુધી સુરક્ષા સમીક્ષા બેઠકો યોજી હતી. 22 મેના રોજ ગુપ્તચર એજન્સીને માહિતી મળી હતી કે આ આતંકવાદીઓ દાચીગામ વિસ્તારમાં છુપાયેલા છે. આ પછી, IB અને સેનાએ આતંકવાદીઓની વાતચીતને ટ્રેક કરવા માટે ખાસ મશીનોનો ઉપયોગ કર્યો. 22 જુલાઈના રોજ, પુષ્ટિ થઈ કે આતંકવાદીઓ આ વિસ્તારમાં હતા. આ પછી, સેના (Indian Army), CRPF અને પોલીસે સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું અને ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા.
Pahalgam Attack to Operation Sindoor Real Truth: Amit Shah Live | Gujarat First@AmitShah @HMOIndia #delhi #operationmahadev #ParliamentSession #parliament #AmitShah #OperationSindoor #PahalgamAttack #gujaratfirst pic.twitter.com/mqL8LIpZiU
— Gujarat First (@GujaratFirst) July 29, 2025
આ પણ વાંચો- Parliament Monsoon Session Live : વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગેના પ્રહાર, કહ્યું- આટલો ઘમંડ સારો નથી..!
આતંકવાદીઓને કેવી રીતે ઓળખવામાં આવ્યા?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આગળ જણાવ્યું કે, આતંકવાદીઓને ઠાર કર્યા પછી, તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. જેમણે આ આતંકવાદીઓને છુપાવ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા ત્યારે ધરપકડ કરાયેલા લોકોને તેમની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું. ઉપરાંત, આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલી રાઇફલ્સ, એક M9 અને બે AK-47 ચંદીગઢની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે. ત્યાં, તે જ રાઇફલ્સમાંથી ફાયરિંગ કરીને ગોળીઓનાં શેલ કાઢવામાં આવ્યા હતા અને તેમની સરખામણી પહેલગામ હુમલાનાં સ્થળેથી મળેલી ગોળીઓ સાથે કરવામાં આવી હતી. બંને ગોળીઓ મેળ ખાતી હતી.
આ પણ વાંચો- Supreme Court : યુવા વકીલોને AIનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અને સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતી ચકાસવાની સલાહ
'મેડ ઇન પાકિસ્તાન ચોકલેટ્સ જપ્ત'
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 100 ટકા પુષ્ટિ થઈ છે કે આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલા હથિયારો પહેલગામમાં (Pahalgam Terrorist Attack) ઉપયોગમાં લેવાયેલા હતા. તેમણે કહ્યું કે, આ ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના નક્કર પુરાવા છે. બે આતંકવાદીઓના પાકિસ્તાની વોટર આઈડી નંબર મળી આવ્યા છે અને તેમની પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ્સ પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો- Monsoon Session : ઓપરેશન સિંદૂર વિશેના સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર


