ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah visit to Jammu and Kashmir : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ જમ્મુ કાશ્મીરના પ્રવાસે, સરહદી વિસ્તારની લેશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યુનિફાઇડ કમાન્ડ મીટિંગની પણ અધ્યક્ષતા કરે તેવી શક્યતા
09:22 AM May 29, 2025 IST | SANJAY
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યુનિફાઇડ કમાન્ડ મીટિંગની પણ અધ્યક્ષતા કરે તેવી શક્યતા
સૌજન્ય : Google

Amit Shah visit to Jammu and Kashmir :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતી કાલે 30 મે ના રોજ જમ્મુ અને કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાતના પહેલા દિવસે, એટલે કે આજે 29 મે ના રોજ, તેઓ જમ્મુમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. સુરક્ષા એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન, તાજેતરની આતંકવાદી પ્રવૃત્તિઓ અને સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવશે. ૩૦ મે ના રોજ, ગૃહમંત્રી પૂંચની મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને પીડિત પરિવારોને મળશે. આ દરમિયાન, તેઓ તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરશે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી પણ આપી શકે છે.

યુનિફાઇડ કમાન્ડ મીટિંગની પણ અધ્યક્ષતા કરે તેવી શક્યતા

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 અને 30 મે ના રોજ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા અને તાજેતરના પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત લોકોને મળવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. જોકે, હવે આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે. પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન, તેઓ ઓપરેશન સિંદૂર પછીની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને અસરગ્રસ્ત લોકોને મળવા માટે પૂંછ અને નૌશેરા જેવા સરહદી વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ યુનિફાઇડ કમાન્ડ મીટિંગની પણ અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે.

ઓપરેશન સિંદૂર પછી આ તેમની આ પ્રદેશની પહેલી મુલાકાત છે

ઓપરેશન સિંદૂર પછી આ તેમની આ પ્રદેશની પહેલી મુલાકાત છે. પહેલગામ હુમલામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. ગૃહમંત્રીએ તે જ સાંજે કાશ્મીરની મુલાકાત લીધી હતી અને બીજા દિવસે બૈસરનની મુલાકાત લીધી હતી. અહેવાલો પ્રમાણે, શાહ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવાના છે અને સરહદી જિલ્લા પૂંછની મુલાકાત લેવાના છે, જ્યાં પાકિસ્તાની ગોળીબારનો ભોગ બન્યો હતો, જેમાં 14 લોકો માર્યા ગયા હતા અને સંપત્તિને નુકસાન થયું હતું.

ગૃહમંત્રી 29 મેની સાંજે જમ્મુમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી 29 મેની સાંજે જમ્મુમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ, નાગરિક વહીવટ અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. આ બેઠકમાં ૩ જુલાઈથી 9 ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે. પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા વધારવામાં આવશે. આ બેઠકમાં ઘૂસણખોરી, આતંકવાદ વિરોધી કામગીરી અને છેલ્લી બેઠક પછી લેવામાં આવેલા સુરક્ષા પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Rain : 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો ખાબક્યો વરસાદ

Tags :
Amit ShahGujaratFirstJammu and KashmirUnion Home Minister
Next Article