Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat રાજ્યની અભૂતપૂર્વ સફળતા, વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખી વધુ કેસોનું સુખદ સમાધાન

Gujarat: વર્ષ 2024 ની અંતિમ લોક અદાલતમાં 2,46,184 કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
gujarat રાજ્યની અભૂતપૂર્વ સફળતા  વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખી વધુ કેસોનું સુખદ સમાધાન
Advertisement
  1. રાજ્યના કુલ 3,30,655ના કેસમાં લોક અદાલત થકી સમાધાન
  2. રાજ્યભરમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3004 તકરારોનો પણ અંત
  3. આજની લોક અદાલતમાં 1296 કેસોનો સુખદ નિકાલ

Gujarat: નેશનલ લોક અદાલત (National Lok Adalat)માં ગુજરાત રાજ્યની અભૂતપૂર્વ સફળતા મળી છે. આ તો અત્યારે અદાલતોમાં હજારો નહીં પરંતુ લાખો કેસ પેન્ડિંગ પડ્યાં છે. જે મામલે સુનાવણીઓ બાકી છે પરંતુ નેશનલ લોક અદાલતમાં ગુજરાત રાજ્યને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, વર્ષ 2024 ની અંતિમ લોક અદાલતમાં 2,46,184 કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: કોટેશ્વરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પત્ની તેડવા ગયેલા પતિનું જ થયું અપહરણ

Advertisement

રાજ્યના કુલ 3,30,655ના કેસમાં લોક અદાલત થકી સમાધાન

નોધનીય છે કે, લોક અદાલત મારફતે આ વર્ષની અંતિમ લોક અદાલતમાં 1,270.6 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ રાજ્યના કુલ 3,30,655 ના કેસોમાં લોક અદાલત થકી સમાધાન કરવામાં આવ્યું છે, જે ખુબ જ સારી વાત છે. વધારે વિગતે વાત કરીએ તો, એ ચલણના 2,85,837 કેસો પૂર્ણ થયા જેનાથી રૂપિયા 17.15 કરોડની આવક થઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે, રાજ્યભરમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3004 તકરારોનો પણ અંત આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: આ ભાઈએ તો નોકરી ના કરવા માટે પોતાની આંગળીઓ જ કાપી નાખી! પોલીસને પણ ગોથે ચડાવી

રાજ્યભરમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3004 તકરારોનો પણ અંત

આજની એટલે કે આ વર્ષની છેલ્લી લોક અદાલતમાં દસ વર્ષ કે તેથી જુનાં 1,296 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષ 2024 માં કુલ ચાર લોક અદાલત યોજાઈ હતી. જેમાં કુલ 21,61,048 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, લોક અદાલતો થતી અત્યારે સુધીમાં અનેક કેસોનો સુખદ અંત આવ્યો છે. જે લોકો માટે સારી વાત છે. આ સાથે ગુજરાત માટે પણ આ અભૂતપૂર્વ અને ગૌરવની વાત છે.

આ પણ વાંચો: લ્યો બોલો! સાયબર ઠગો ખુદ પોલીસને પણ છેતરી ગયા, બેંક કર્મીની ઓળખ આપી 5 લાખ ખંખેર્યા

આ ઉપરાંત રાજ્યના કુલ 3,30,655 પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયેલ છે અને રૂપિયા 90.29 કરોડના એવોર્ડ દોરવામાં આવે છે. ઇ-ચલણના કુલ 2,85,839 કેસો પૂરા થાય જેનાથી રૂપિયા 17.15 કરોડ વસૂલી કરવામાં આવી છે. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3,304 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવેલ છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ સિટીમાં ફેસલ થયેલ છે.

10 વર્ષ જૂના 1296 કેસોનો સુખદ નિવેડો આવ્યો

નામદાર ચીફ જસ્ટિસ સાહેબના અથાગ પ્રયાસના ભાગરૂપ રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલ મધ્યસ્થી એટલેકે કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે 10 વર્ષ જૂના 1296 કેસોનો સુખદ નિવેડો આવેલ છે. આ સફળતા જોતાં આગામી સમયમાં પણ કાયમી ધોરણે આ મધ્યસ્થીની વ્યવસ્થા ચાલુ રાખી પ્રતિ માસ સ્પેશયલ લોક અદાલતનું આયોજન કરવાનું નામદાર ચીફ જસ્ટિસ સાહેબએ નિર્ણિત કરેલ છે.

Tags :
Advertisement

.

×