Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : SBSP ના પ્રદેશ મહાસચિવ નંદિની રાજભરની હત્યા, હત્યારાઓ ચાકુ મારીને ફરાર..

રવિવારના રોજ સુભાસપા નેતાની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ સુહેલદેવ સમાજ પાર્ટી (SBSP) ના મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવની છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ વાતની...
up   sbsp ના પ્રદેશ મહાસચિવ નંદિની રાજભરની હત્યા  હત્યારાઓ ચાકુ મારીને ફરાર
Advertisement

રવિવારના રોજ સુભાસપા નેતાની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ સુહેલદેવ સમાજ પાર્ટી (SBSP) ના મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવની છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ વાતની જાણ થતાં પરિવારમાં હોબાળો મચી ગયો હતો. મામલો ખલીલાબાદ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘા બાયપાસનો છે.

નંદની રાજભર તેના ઘરના રૂમમાં પલંગની નીચે ફ્લોર પર લોહીલુહાણ હાલતમાં પડેલી મળી આવી હતી. તેના ગળા પર ધારદાર ઘા મારવામાં આવ્યા હતા. નંદની રાજભર છેલ્લા ઘણા સમયથી સુહેલદેવ સમાજ પાર્ટી (SBSP)માં વરિષ્ઠ કાર્યકર તરીકે તૈનાત હતા. સુહેલદેવ સમાજ પાર્ટી (SBSP)એ તેમને પાર્ટીમાં પ્રદેશ મહાસચિવ બનાવ્યા હતા. પાડોશીઓના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ 3 થી 4 વાગ્યાની વચ્ચે હુમલો કર્યો હતો. હત્યા બાદ લાશ ઘરની અંદર પડી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફોરેન્સિક ટીમે મૃતદેહનો કબજો લીધો હતો.

Advertisement

Advertisement

જાણો પરિવારજનો એ શું કહ્યું...

પરિવારજનોએ જણાવ્યું કે નંદિનીને કેટલાક દિવસોથી ધમકીઓ મળી રહી હતી. આ કારણે તે તણાવમાં રહેતી હતી. કોણ ધમકી આપી રહ્યું હતું તે પરિવારના સભ્યોએ જણાવ્યું ન હતું. નંદિનીના સાસુ આરતી દેવીના જણાવ્યા અનુસાર, જ્યારે તે સાંજે લગભગ ચાર વાગ્યે ઘરે પહોંચી ત્યારે દરવાજો અંદરથી ખુલ્લો હતો. તે અંદર પહોંચી અને નંદિનીને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જવાબ મળ્યો નહતો. જ્યારે તે નંદિનીના રૂમમાં ગઈ ત્યારે ત્યાં અંધારું હતું અને તે બેડ પાસે ફ્લોર પર સૂતી જોવા મળી હતી. તેણીએ બૂમ પાડી પરંતુ કોઈ જવાબ ન મળ્યો નજીક જઈને તેનું માથું પકડીને તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મૃત જોવા હાલત મળી.

આ પણ વાંચો : Threat : 12 માર્ચ સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં થઇ શકે છે કંઇક મોટું, તપાસ એજન્સીઓ દોડતી થઇ…

આ પણ વાંચો : ED Raid : ED એ લાલુ યાદવના નજીકના સુભાષ યાદવની ધરપકડ કરી, 2.5 કરોડની રોકડ મળી…

આ પણ વાંચો : West Bengal: TMC અધ્યક્ષ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×