Upcoming SUV Cars: આગામી ત્રણ વર્ષમાં ભારતમાં લોન્ચ થશે ટોચની 4 SUVs, ટાટા અને મહિન્દ્રાના લેટેસ્ટ મોડલો સામેલ
- ભારતમાં SUV ની ભારે ડિમાન્ડ
- ત્રણ વર્ષમાં શક્તિશાળી SUV લોન્ચ કરવાની તૈયારી
- ટાટા અને મહિન્દ્રાના લેટેસ્ટ મોડલો સામેલ
- દેશમાં વેચાણની દ્રષ્ટિએ SUV એ નિકળી આગળ
Upcoming SUV Cars: ભારતીય ઓટો માર્કેટમાં SUV ની માંગ ખૂબ જ વધી રહી છે. દેશમાં વેચાણની દ્રષ્ટિએ SUV એ સેડાન અને હેચબેક કરતા નોંધપાત્ર રીતે આગળ નીકળી ગઈ છે. અનેક ઓટોમેકર્સ આગામી થોડા વર્ષોમાં ભારતમાં નવી SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેમના SUV પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા માંગે છે. આગામી ત્રણ વર્ષમાં ભારતમાં ઘણી શક્તિશાળી SUV લોન્ચ થવાની તૈયારીમાં છે.
Mahindra Vision S
મહિન્દ્રા બોલેરો વિઝન S એ નવી પેઢીની સબ-4-મીટર કોમ્પેક્ટ એસયુવી છે, જે ઓટોમેકરે 15 ઓગસ્ટ, 2025 ના રોજ જાહેર કરી હતી. આ એસયુવી મહિન્દ્રાના આઇકોનિક બોલેરોનું સ્થાન લેશે અને બોલેરોના વારસાને આગળ ધપાવશે. મહિન્દ્રા 2027 માં આ નવું મોડેલ લોન્ચ કરે તેવી અપેક્ષા છે.
Renault Duster
Renault Dusterનું ઉત્પાદન હાલમાં ભારતીય બજારમાં બંધ છે. કંપનીએ ઘણા સમય પહેલા આ SUV બંધ કરી દીધી હતી. જોકે, લગભગ ચાર વર્ષ પછી, Renault Duster 26 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતીય બજારમાં પાછી ફરવાની તૈયારીમાં છે. આ રેનો કારમાં 1.3-લિટર ટર્બોચાર્જ્ડ HR13 પેટ્રોલ એન્જિન અને CVT ટ્રાન્સમિશન હોવાની અપેક્ષા છે. આ એન્જિન 156 bhp ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. આ કાર આવતા વર્ષ, 2026 ની શરૂઆતમાં બજારમાં આવે તેવી અપેક્ષા છે.
Nissan Tekton
Nissan 2026 ના અંતમાં ભારતીય બજારમાં એક શક્તિશાળી SUV લોન્ચ કરવા માટે તૈયાર છે. Nissan એે તાજેતરમાં ઓક્ટોબરમાં નવી Tekton SUVનું ટીઝિંગ કર્યું હતું. જોકે, Nissan એ હજુ સુધી વાહનના પાવરટ્રેનનો ખુલાસો કર્યો નથી. જો કે, આ SUV બહુવિધ પાવરટ્રેન વિકલ્પો સાથે બજારમાં આવી શકે છે.
Tata Nexon New-Gen
ટાટાની સૌથી લોકપ્રિય SUV Nexon છે. કાર કંપની 2027 માં બીજી પેઢીની Nexon લોન્ચ કરે તેવી અપેક્ષા છે. આ SUV સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. જોકે આ નવું મોડેલ X1 પ્લેટફોર્મ પર બનાવવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ તેની સ્ટાઇલ અને માળખામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો : વિદેશની જેમ ભારતમાં પણ AppleCare+ શરૂ, જાણો કયા ફાયદા મળશે


