Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US attack Houthis : અમેરિકાએ હુથી વિદ્રોહીઓના ઠેકાણાં પર કર્યો મિસાઈલ હુમલો

US attack Houthis : દિવસેને દિવસે માણસ જાણે માણસનો દુશ્મન બનતો જઇ રહ્યો હોય તેવો માહોલ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. પહેલા રશિયા અને યુક્રેન ત્યારબાદ ઈઝરાયેલ અને હમાસ, હવે અમેરિકા પણ જંગ શરૂ કરી દીધી છે. જીહા, મળતી...
us attack houthis   અમેરિકાએ હુથી વિદ્રોહીઓના ઠેકાણાં પર કર્યો મિસાઈલ હુમલો
Advertisement

US attack Houthis : દિવસેને દિવસે માણસ જાણે માણસનો દુશ્મન બનતો જઇ રહ્યો હોય તેવો માહોલ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. પહેલા રશિયા અને યુક્રેન ત્યારબાદ ઈઝરાયેલ અને હમાસ, હવે અમેરિકા પણ જંગ શરૂ કરી દીધી છે. જીહા, મળતી માહિતી અનુસાર, અમેરિકાએ હુથી આતંકવાદીઓ (Houthi terrorists) પર મોટો હુમલો કર્યો છે. અમેરિકાએ ફરી એકવાર હુથી વિદ્રોહીઓ (Houthi terrorists) ની બેલેસ્ટિક મિસાઈલો પર હુમલો કર્યો. અમેરિકાનો આ ત્રીજો હુમલો છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે ટ્વિટર પર ટ્વીટ કરીને હુમલાની માહિતી શેર કરી છે.

એન્ટિ-શિપ બેલિસ્ટિક મિસાઇલો સામે હુમલા

વ્હાઇટ હાઉસનું કહેવું છે કે જો જૂથ વધુ હુમલો કરશે તો અમેરિકા પણ તેનો સામનો કરશે અને જડબાતોડ જવાબ આપશે. જણાવી દઇએ કે, યુએસ સૈન્યએ મંગળવારે યમનના હુથી-નિયંત્રિત વિસ્તારોમાં એન્ટિ-શિપ બેલિસ્ટિક મિસાઇલો સામે હુમલા શરૂ કર્યા હતા. હુથીઓએ તાજેતરમાં જ લાલ સમુદ્રમાં ગ્રીકની માલિકીના જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો. હુથીઓએ નવેમ્બર 2023 થી લાલ સમુદ્રના ક્ષેત્રમાં જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. ઈરાન-સહયોગી હુથી મિલિશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે લાલ સમુદ્ર દ્વારા વેપાર કરતા ઘણા દેશોની કંપનીઓના વ્યવસાયને અસર થઈ છે. હુથીઓના હુમલાએ વિશ્વની મોટી શક્તિઓને ચિંતામાં મૂકી દીધી છે.

Advertisement

Advertisement

પેલેસ્ટિનિયનો માટે હુથી લડી રહ્યા છે

હુથીઓ કહે છે કે તેઓ પેલેસ્ટિનિયનો સાથે એકતામાં ઉભા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ હુથી વિદ્રોહીઓ ગાઝામાં ઈઝરાયેલના હુમલાનો સતત વિરોધ કરી રહ્યા છે. પરંતુ કોઈ યુદ્ધવિરામ ન હોવાથી, હુથીઓએ ઇઝરાયેલની સ્થિતિને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ સંદર્ભમાં, તેઓ લાલ સમુદ્રમાં ઈઝરાયેલના જહાજોને સતત નિશાન બનાવી રહ્યા છે.

જાણો શું છે સમગ્ર મામલો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુથી વિદ્રોહીઓ પણ કૂદી પડ્યા છે. હુથીઓએ હમાસને ટેકો જાહેર કર્યો છે. બળવાખોરોએ સમુદ્રમાં ઈઝરાયેલ જઈ રહેલા જહાજોને નિશાન બનાવ્યા હતા, પરંતુ આ તમામ વહાણો ઈઝરાયેલના નહોતા. છેલ્લા બે મહિનામાં હુથીના હુમલામાં વધારો થયો છે, જેના કારણે શિપિંગ કંપનીઓને લાલ સમુદ્રમાંથી સફર બંધ કરવાની ફરજ પડી છે. જણાવી દઈએ કે યમનના મોટા હિસ્સા પર હુથી વિદ્રોહીઓનું નિયંત્રણ છે. જ્યારે કાર્ગો જહાજો પર હુથીઓના હુમલામાં વધારો થયો, ત્યારે યુએસ અને બ્રિટને હુમલો કર્યો. આ હુમલાથી હુથી બળવાખોરો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેઓએ પણ વળતો જવાબ આપ્યો હતો. હુથીઓએ અમેરિકન જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. જેના જવાબમાં અમેરિકાએ ફરી હુમલો કર્યો છે.

આ પણ વાંચો - પાકિસ્તાનમાં ઘૂસી ઇરાને કર્યો હુમલો, આતંકવાદી સંગઠનને બનાવ્યું નિશાન

આ પણ વાંચો - Maldives Indian Troops : માલદીવમાં માત્ર 88 ભારતીય સૈનિકો છે છતાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×