Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

USA : કેનેડા બાદ હવે ખાલિસ્તાની તત્વોએ અમેરિકામાં હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું, દીવાલો પર લખાયા ભારત વિરોધી સૂત્રો

કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ખાલીસ્તાનીઓ બેફામ બન્યા છે.  નેવાર્ક, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં એક હિન્દુ મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી અને ખાલીસ્તાન તરફી ગ્રેફિટી સાથે તોડફોડ કરવામાં આવી છે. આ સંપૂર્ણ ઘટના બાદ નેવાર્ક પોલીસે આ ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી...
usa   કેનેડા બાદ હવે ખાલિસ્તાની તત્વોએ અમેરિકામાં હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું  દીવાલો પર લખાયા ભારત વિરોધી સૂત્રો
Advertisement

કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ખાલીસ્તાનીઓ બેફામ બન્યા છે.  નેવાર્ક, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં એક હિન્દુ મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી અને ખાલીસ્તાન તરફી ગ્રેફિટી સાથે તોડફોડ કરવામાં આવી છે. આ સંપૂર્ણ ઘટના બાદ નેવાર્ક પોલીસે આ ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે.

Advertisement

ખાલીસ્તાની આતંકવાદીઓ અને તેમના સમર્થકોનું મનોબળ હવે સતત વધી રહ્યું

Advertisement

અમેરિકામાં ખાલીસ્તાની આતંકવાદીઓ અને તેમના સમર્થકોનું મનોબળ હવે સતત વધી રહ્યું છે. બંને દેશોની સરકારો આ ખાલિસ્તાની તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી નથી, જેના કારણે ખાલીસ્તાની તત્વો બેફામ બન્યા છે. જેના કારણે ખાલીસ્તાની આતંકવાદીઓ ક્યારેક ભારતીય દૂતાવાસ અને હાઈ કમિશન તો ક્યારેક હિંદુ મંદિરોને નિશાન બનાવે છે.

ખાલિસ્તાનીઓએ સ્વામિનારાયણ મંદિરને બનાવ્યું નિશાન 

પ્રાપ્ત થતી માહિતી મુજબ, અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્ક વિસ્તારમાં સ્થિત એક હિન્દુ મંદિર પર હુમલો થયો છે. ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તેની દિવાલો પર ખાલિસ્તાની તરફી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટના નેવાર્ક શહેરમાં બની હતી, જેની તસવીરો હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે, જેમાં સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખેલા જોવા મળે છે.

PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ નફરતના નારા જોવા મળ્યા

તસવીરોમાં મંદિરની દિવાલ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નફરતના નારા જોવા મળે છે. ફાઉન્ડેશને આગ્રહ કર્યો કે ઘટનાની તપાસ હેટ ક્રાઈમ તરીકે થવી જોઈએ.  હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મામલાની તપાસ કરવાની માંગ કરાઇ 

હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર લખવામાં આવેલા ખાલિસ્તાની સ્લોગન પર ચિંતા વ્યક્ત કરી છે. ફાઉન્ડેશને હેટ ક્રાઈમની કલમો હેઠળ આ મામલાની તપાસ કરવાની પણ માંગ કરી છે. હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને નેવાર્ક પોલીસ તેમજ ત્યાંના નાગરિક અધિકાર અધિકારીઓને સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની સૂત્રો લખવા અંગે જાણ કરી છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાના પડોશી દેશ કેનેડામાં પણ ખાલિસ્તાની તત્વોએ અનેકવાર અલગ-અલગ મંદિરોને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો -- Wagner Chief Death: વ્લાદિમીર પુતિને પ્રિગોઝિનના મોત પર રશિયા પર આંગળી ચીંધી

Tags :
Advertisement

.

×