Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકી ગુપ્તચર એજન્સી CIA વેનેઝુએલામાં મોટું ઓપરેશન પાર પાડવા સજ્જ

અમેરિકી રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે શું તેમણે CIA ને માદુરોની હત્યા કરવાની મંજૂરી આપી હતી ? અમેરિકી રાષ્ટ્રપતિએ આ સવાલનો જવાબ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું, "મને લાગે છે કે વેનેઝુએલા પર દબાણ વધી રહ્યું છે."
અમેરિકી ગુપ્તચર એજન્સી cia વેનેઝુએલામાં મોટું ઓપરેશન પાર પાડવા સજ્જ
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પે ઓથોરાઇઝેશન આપતા મોટું ઓપરોશન હાથ ધરાવવાની તૈયારીઓ
  • કારાકાસ પર મોટા આરોપ લાગ્ચા બાદ આકરી કાર્યવાહી
  • પાગલખાનાના લોકોને ત્યાં આવવાની મંજૂરી આપી દીધી - ટ્રમ્પ

Trump Authorized CIA Operation In Venezuela : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (USA President Donald Trump) વેનેઝુએલામાં અમેરિકી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ને સિક્રેટ ઓપરેશન ચલાવવાની મંજૂરી આપી દીધી (Trump Authorized CIA Operation In Venezuela) છે. અમેરિકી રાષ્ટ્રપતિના આ નિર્ણય પર વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પના નિર્ણયની આકરી નિંદા કરી છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતી વખતે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કારાકાસ પર કેદીઓ અને માનસિક દર્દીઓને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવવા અને મોટી માત્રામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો (Allegation Against Caracus) છે.

વેનેઝુએલા પર દબાણ વધી રહ્યું છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોઈ પુરાવા આપ્યા વિના આરોપ લગાવ્યો કે, "તેમણે પોતાની જેલોને સંયુક્ત રાજ્ય અમેરિકામાં ખાલી કરી દીધી છે અને હજારો કેદીઓ અને માનસિક સંસ્થાઓ, પાગલખાનાના લોકોને ત્યાં આવવાની મંજૂરી આપી દીધી છે." આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે શું તેમણે CIA ને માદુરોની હત્યા કરવાની મંજૂરી આપી હતી ? અમેરિકી રાષ્ટ્રપતિએ આ સવાલનો જવાબ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું, "મને લાગે છે કે વેનેઝુએલા પર દબાણ વધી રહ્યું છે."

Advertisement

રચાયેલા તખ્તાપલટની નિંદા કરી

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગળ કહ્યું કે, અમે વેનેઝુએલા પર જમીની હુમલા કરવા પર વિચાર કરી રહ્યા છીએ, કારણ કે, સમુદ્ર પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટિપ્પણીના તરત જ બાદ, માદુરોએ CIA દ્વારા રચાયેલા તખ્તાપલટની નિંદા કરી છે. અહેવાલ અનુસાર, આ નવું પગલું CIA ને વેનેઝુએલા અને કેરેબિયનમાં જીવલેણ મિશન ચલાવવા તેમજ આ ક્ષેત્રમાં વ્યાપક અમેરિકી સૈન્ય અભિયાનો સાથે સંકલન કરવાની મંજૂરી આપે છે.

Advertisement

અમેરિકાની તૈયારીની ઝલક

વધુમાં અહેવાલ મુજબ, ટ્રમ્પ સરકારના અધિકારીઓએ "ખાનગી રીતે સ્પષ્ટ કર્યું છે કે, આ ઓપરેશનનો અંતિમ લક્ષ્ય માદુરોને સત્તા પરથી હટાવવાનો છે." ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, લગભગ 10,000 અમેરિકી સૈનિકો, આઠ યુદ્ધ જહાજો અને એક સબમરીન વર્તમાનમાં કેરેબિયન સાગરમાં તૈનાત છે, જેમાંથી મોટાભાગના પ્યુર્ટો રિકોમાં સ્થિત છે. સપ્ટેમ્બરથી, વ્હાઇટ હાઉસે પાંચ અમેરિકી હુમલાઓ વિશે જણાવ્યું હતું. વ્હાઇટ હાઉસ તરફથી શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, વેનેઝુએલા પાસેના આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં પાંચ કથિત ડ્રગ્સની હેરાફેરી કરતી નાવડીઓ નષ્ટ કરવામાં આવી છે, જેમાં કુલ 27 લોકો માર્યા ગયા હતા. માદુરોએ વારંવાર વોશિંગ્ટનની કાર્યવાહીઓની નિંદા કરતા તેને લેટિન અમેરિકામાં શાસન પરિવર્તન અને સૈન્ય વિસ્તારનો પ્રયાસ ગણાવ્યો છે.

શાસન પરિવર્તન અને સૈન્ય વિસ્તારનો પ્રયાસ

અમેરિકી ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના 2020 ના એક અહેવાલ મુજબ, જોકે કેટલાક કોકેન વેનેઝુએલાના રસ્તે દક્ષિણ અમેરિકાથી બહાર જાય છે, રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરી દેવાયું છે કે વેનેઝુએલા અમેરિકા જતી દવાઓનો મુખ્ય સ્રોત નથી. માદુરોએ વારંવાર વોશિંગ્ટનની કાર્યવાહીઓની નિંદા કરતા તેને લેટિન અમેરિકામાં શાસન પરિવર્તન અને સૈન્ય વિસ્તારનો પ્રયાસ ગણાવ્યો છે. ઐતિહાસિક રીતે, CIA લેટિન અમેરિકામાં ઘણા તખ્તાપલટ અને ગુપ્ત અભિયાનોમાં કુખ્યાત રીતે સામેલ રહી છે.

આ પણ વાંચો -----  ટ્રમ્પના દાવા ખોખલા: PM મોદીએ રૂસના તેલ પર કોઈ ખાતરી નથી આપી- વિદેશ મંત્રાલય

Tags :
Advertisement

.

×