Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US TARIFF : ટ્રમ્પે કેનેડા પર ટેરિફ બોમ્બ ઝીંક્યો, 35% ટેક્સ નાંખ્યો, ફેન્ટાનાઇલ અને વેપાર ખાધનું કારણ ધર્યું

US TARIFF : તમે જાણો છો, યુનાઇટેડ સ્ટેટ્સે દેશમાં ફેલાતા ફેન્ટાનાઇલ સંકટને નિયંત્રિત કરવા માટે અગાઉ ટેરિફ લાદ્યા છે. - ડોનાલ્ડ ટ્રમ્પ
us tariff   ટ્રમ્પે કેનેડા પર ટેરિફ બોમ્બ ઝીંક્યો  35  ટેક્સ નાંખ્યો  ફેન્ટાનાઇલ અને વેપાર ખાધનું કારણ ધર્યું
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર 35 ટકા ડ્યુટી લાદી
  • ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વોર શરૂ કરવામાં આવી છે
  • રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરીને મોટો-આશ્ચર્યજનક કર લાદી દીધો

US TARIFF : શુક્રવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US PRESIDENT DONALD TRUMP) કેનેડાથી આવતા ઉત્પાદનો પર 35% ની ભારે ટેરિફ (આયાત ડ્યુટી) (TARIFF TO CANADA) લાદવાની જાહેરાત કરી છે. આ ડ્યુટી 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે અને યુએસમાં પ્રવેશતા તમામ કેનેડિયન ઉત્પાદનો પર લાગુ થશે. ટ્રમ્પે આ નિર્ણયને કેનેડાની બદલાની કાર્યવાહી અને અન્યાયી વેપાર વર્તનના પ્રતિભાવ તરીકે વર્ણવ્યો છે.

ફેન્ટાનાઇલ સંકટને નિયંત્રિત કરવા માટે ટેરિફ લાદ્યા

ટ્રમ્પે પોતાના સત્તાવાર પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેનેડા અમેરિકાને ફેન્ટાનાઇલ જેવી ખતરનાક દવાઓનો પુરવઠો રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તેને અમેરિકન સમાજ માટે ગંભીર ખતરો ગણાવતા તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા તેની સુરક્ષા અને અર્થતંત્રને પ્રાથમિકતા આપે. ટ્રમ્પે એક પત્રમાં લખ્યું, 'જેમ તમે જાણો છો, યુનાઇટેડ સ્ટેટ્સે દેશમાં ફેલાતા ફેન્ટાનાઇલ સંકટને નિયંત્રિત કરવા માટે અગાઉ ટેરિફ લાદ્યા છે.' કેનેડાની નિષ્ફળતાને કારણે આ કટોકટી આંશિક રીતે વધુ વકરી હતી.

Advertisement

'જો કેનેડા બદલો લેશે, તો ટેરિફ હજી વધશે'

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, જો કેનેડા અમેરિકાના આ ટેરિફનો જવાબ તેના ઉત્પાદનો પર ડ્યુટી વધારીને આપશે, તો અમેરિકા તેના જવાબમાં વધુ ટેરિફ લાદશે. તેમણે લખ્યું, 'જો તમે કોઈપણ કારણોસર ટેરિફ વધારો કરશો, તો અમે તેટલા ટકાવારી વધારાને 35% માં ઉમેરીશું.'

Advertisement

ટ્રમ્પે ડેરી પર પ્રહાર કર્યા

કેનેડાની ડેરી નીતિઓ પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કે, કેનેડા અમેરિકન ડેરી ખેડૂતો પર 400% સુધીની આયાત ડ્યુટી લાદે છે. આના કારણે અમેરિકાને ભારે વેપાર ખાધનો સામનો કરવો પડી રહ્યો છે અને તે હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું, 'કેનેડા આપણા ડેરી ખેડૂતો પર અભૂતપૂર્વ કર લાદે છે. તે પણ જ્યારે આપણા ખેડૂતોને ત્યાં તેમનો પાક વેચવાની મંજૂરી નથી.

કંપનીઓને અમેરિકા આવવાનું આમંત્રણ

આ નિર્ણય સાથે, ટ્રમ્પે કેનેડિયન કંપનીઓને અમેરિકામાં તેમના યુનિટ સ્થાપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. તેમણે વચન આપ્યું હતું કે, અમેરિકામાં વ્યવસાય શરૂ કરવા ઇચ્છતી કંપનીઓને ઝડપી, વ્યાવસાયિક મંજૂરીઓ મળશે. તેમણે લખ્યું, 'જો કોઈ કેનેડિયન કંપની અમેરિકા આવીને ઉત્પાદન કરવા માંગે છે, તો અમે તેમને થોડા અઠવાડિયામાં બધી મંજૂરીઓ આપીશું.'

આ પણ વાંચો ---- Laser Warfare : રેડ સીમાં ચીન અને જર્મની વચ્ચેના તણાવમાં લેઝર વોરફેરનો ખતરો તોળાયો

Tags :
Advertisement

.

×