Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઇન્ટરનેશનલ એરપોર્ટની દિશામાં ડગ મંડાયું, આધુનિક વેધર સિસ્ટમ કાર્યરત

VADODARA : રનવે પર હવાની ગતિ અને દિશા, વિઝિબિલિટી, હવાનું દબાણ, હવામાનમાં ફેરફાર, ચોમાસુ, ધુમ્મસ, વગેરેની માહિતી અત્યંત ચોક્સાઇ મળશે
vadodara   ઇન્ટરનેશનલ એરપોર્ટની દિશામાં ડગ મંડાયું  આધુનિક વેધર સિસ્ટમ કાર્યરત
Advertisement
  • વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરાયું
  • એરપોર્ટ પર આધુનિક વેધર સિસ્ટમ કાર્યરત કરાઇ, ડેટા મળવાના શરૂ
  • ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે આ તૈયારી કરાઇ હોવાનું જાણવા મળ્યું
  • ટુંક સમયમાં વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી વકી

VADODARA : વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ને ઇન્ટરનેશનલ એરપોર્ટ (INTERNATIONAL AIRPORT) બનાવવાની દિશામાં વધુ એક ડગ મંડાયું હોવાનું સામે આવ્યું છે. એરપોર્ટ પર હવામાન વિભાગને ઇન્ટરનેશનલ એરપોર્ટ મુજબ અપગ્રેડ કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એરપોર્ટની અંદર આવેલી હવામાન વિભાગના ઓફિસમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અનુસાર, ડિજિટલ કરન્ટ વેધર ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ (DCWIS - VADODARA) લગાડવામાં આવી છે. જેનાથી રન-વે પર પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ સમયે રીયલ ટાઇમ તાપમાન, પવનની દિશા, વિઝિબિલીટી સહિતના મહત્વના ડેટા પાયલોટને મંળી રહેશે.

રૂ. 1 કરોડના ખર્ચે સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને તેને કાર્યરત કરાઇ

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 1947 માં વડોદરા એરપોર્ટ પર હવામાન વિભાગની સેવાઓ શરૂ થઇ હતી. ત્યાર બાદ વર્ષ 1951 માં હવાનું દબાણ માપવા માટે બેરોમીટર લગાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ સેલ્ફ રેકોર્ડિંગ રેઇન ગેજ સિસ્ટમ, હવાની ગતિ-દિશા દર્શાવતું મશીન, અને થર્મોમીટર તબક્કાવાર રીતે લગાવાયા હતા. અત્યાર સુધી તેના આધારે હવામાન વિભાગ આંકડા જારી કરતું હતું. પરંતુ હવે વડોદરા એરપોર્ટની હવામાન વિભાગની ઓફિસને અપગ્રેડ કરવામાં આવી છે. રૂ. 1 કરોડના ખર્ચે અહિંયા આધુનિક ડિજિટલ કરન્ટ વેધર ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને તેને કાર્યરત કરવામાં આવી છે. આ સુવિધા ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટાન્ડર્ડ અનુસાર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

એક દિવસ પહેલા મળતી માહિતી બે મહિના પહેલા મળી શકશે

સુત્રોએ જણાવ્યું કે, હવે વાવાઝોડા સહિતની વિગતો અગાઉથી મેળવવું સહેલું બનશે. તાજેતરમાં વડોદરા સહિતના દેશભરના 200 હવામાન નિષ્ણાંતોને નાગપુરમાં ટ્રેઇનિંગ આપવામાં આવી છે. પહેલા એક દિવસ પહેલા વાવાઝોડાની માહિતી મળતી હતી. હવે સંભવિત 2 મહિના પહેલા જ તેને મેળવી લેવાશે. આ મશીન રનવે પર હવાની ગતિ અને દિશા, વિઝિબિલિટી, હવાનું દબાણ, હવામાનમાં ફેરફાર, ચોમાસુ, ધુમ્મસ, વગેરેની માહિતી અત્યંત ચોક્સાઇ પૂર્વક આપે છે.

Advertisement

આ પણ વાંચો ---  Gujarati Top News : આજે 5 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×