Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રાજ્યનું સૌથી જૂનું આકાશવાણી કેન્દ્ર સંસદીય સમિતિ દ્વારા સન્માનિત

VADODARA : સમિતિ દ્વારા નિરીક્ષણ દરમિયાન રાજભાષા હિન્દીના ઉપયોગને સંતોષજનક તરીકે મૂલ્યાંકન કરીને સન્માનીત કરવામાં આવ્યા છે
vadodara   રાજ્યનું સૌથી જૂનું આકાશવાણી કેન્દ્ર સંસદીય સમિતિ દ્વારા સન્માનિત
Advertisement
  • વડોદરા માટે ગૌરવની વાત
  • રાજભાષા હિન્દીના ઉપયોગ બદલ વડોદરાનું આકાશવાણી કેન્દ્ર સન્માનિત
  • રાજ્યનું સૌથી જૂનું આકાશવાણી કેન્દ્ર વડોદરામાં આવેલું છે

VADODARA : તાજેતરમાં અમદાવાદ (AHMEDABAD) ખાતે સંસદીય રાજભાષા સમિતિની (SANSADIY RAJBHASHA SAMITI) બીજી ઉપ-સમિતિ દ્વારા ગુજરાતના અમદાવાદ ખાતે મુલાકાત કરવામાં આવી છે. સંસદીય રાજભાષા સમિતિનું ગઠન રાજભાષા અધિનિયમ 1963 ની ધારા 4 ના અંતગર્ત વર્ષ 1976 માં કરવામાં આવ્યું છે. આ એક વિશેષાધિકાર પ્રાપ્ત સમિતિ છે. આ સમિતિમાં 30 સાંસદ સભ્યો હોય છે. જેમાં 20 લોકસભાના અને 10 રાજ્યસભાના સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. આ સમિતિના અધ્યક્ષ કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહ (HOME MINISTER OF INDIA - AMITBHAI SHAH) છે. આ સમિતિનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારમાં કાર્ય કરતાં વિવિધ સરકારી વિભાગમાં હિન્દીના ઉપયોગનું નિરીક્ષણ કરીને તેની સમિક્ષા અને તેના પરથી યોગ્ય સૂચનો બનાવીને એક રિપોર્ટ તૈયાર કરીને દેશના આદરણીય રાષ્ટ્રપતિને વિગતવાર રજૂ કરવાનો હોય છે.

હિન્દીના પ્રયોગ વિશેની વિસ્તૃત જાણકારી સમિતિ સમક્ષ મૂકાઇ

આ વર્ષે અમદાવાદ ખાતે આ સમિતિની મુલાકાત કરી વિવિધ વિભાગો ની સમીક્ષા કરવામાં આવી છે. તેમાં મકરપુરા સ્થિત આકાશવાણી કેન્દ્ર (AKASHVANI KENDRA - VADODARA) વડોદરાને રાજભાષા હિન્દીનો ઉપયોગ કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આકાશવાણી-વડોદરાના કેન્દ્રાધ્યક્ષ જગદીશ પરમાર દ્વારા પોતાના વિભાગમાં કરવામાં આવતી રાજભાષા હિન્દીના પ્રયોગ વિશેની વિસ્તૃત જાણકારી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. સમિતિ દ્વારા આકાશવાણી વડોદરાને નિરીક્ષણ દરમિયાન રાજભાષા હિન્દીના ઉપયોગને સંતોષજનક તરીકે મૂલ્યાંકન કરીને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા છે.

Advertisement

આજે 10 કિલોવોટ નું ટ્રાન્સમિશન છે

એ યાદ કરવું જરૂરી છે કે, આ કેન્દ્રની 1 મે, 1939 ના રોજ આકાશવાણી વડોદરા ખાતે સ્થાપના કરવામાં આવી હતી. એ સમયે વડોદરામાં ડાયમંડ જ્યુબેલી બિલ્ડીંગમાં હતું, એક કિલો વોટ નું ટ્રાન્સમિશન સ્ટુડિયોથી 15 કિલોમીટર દૂર સમલાયા ગામ પાસે હતું. ટ્રાન્સમિશન અને પ્રસારણ ક્ષમતા 60 કિલોમીટર સુધીની હતી. સાંજે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રસારણ થતું હતું અને આજે 10 કિલોવોટ નું ટ્રાન્સમિશન છે. અને 90 કિલોમીટર સુધી પ્રસારણ ક્ષમતા ધરાવે છે. પ્રસારણ સવારે 5.55 વાગ્યા થી રાત્રિ ના 11.10 વાગ્યા સુધી થાય છે. આ કેન્દ્રમાં વડોદરા ના કલાકારોની સાથે ભારતભરના પ્રસિદ્ધ કલાકારોની યાદો આ કેન્દ્ર સાથે જોડાયેલ છે.

Advertisement

આ પણ વાંચો ---- Gram Panchayats:નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન

Tags :
Advertisement

.

×