Kutchch : જોઇ..લો આ છે માખીમાર..! વડોદરાના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના કેમેરાની કમાલ..
પ્રવાસી પક્ષીઓ (migratory bird)ના આવાગમન માટે જાણીતા કચ્છ ( Kutchch) જિલ્લામાં વિવિધ પ્રકારના પક્ષીઓ આવે છે. વડોદરાના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે એક એવા પક્ષીને પોતાના કેમેરામાં કેદ કર્યું છે જે વરસાદ પછી થતાં જીવડા અને માખી ખાવા માત્ર કચ્છની મુલાકાતે આવે...
Advertisement
પ્રવાસી પક્ષીઓ (migratory bird)ના આવાગમન માટે જાણીતા કચ્છ ( Kutchch) જિલ્લામાં વિવિધ પ્રકારના પક્ષીઓ આવે છે. વડોદરાના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે એક એવા પક્ષીને પોતાના કેમેરામાં કેદ કર્યું છે જે વરસાદ પછી થતાં જીવડા અને માખી ખાવા માત્ર કચ્છની મુલાકાતે આવે છે અને અહીં 10થી 15 દિવસ રોકાઇને પાકિસ્તાન તરફ જતું રહે છે.

કચ્છમાં પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ-2023નું આયોજન
કચ્છ જિલ્લો પ્રવાસી પક્ષીઓ માટે પ્રખ્યાત છે અને 23-23 સપ્ટેમ્બરે કચ્છમાં પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ-2023નું આયોજન કરાયું હતું જેમાં દેશભરમાંથી 105 પક્ષી નિરીક્ષકો કચ્છ પહોંચ્યા હતા. આ પક્ષી નિરીક્ષકોએ વિવિધ 240 પોઇન્ટ આઇડેન્ટીફાય કર્યા હતા અને 32 ટીમો બનાવીને ઋતુ પ્રવાસી પક્ષીઓને શોધવા નિકળી પડી હતી. આ માટે તેમને તાલિમ પણ અપાઇ હતી. આ ટીમો નારાયણ સરોવરથી વાગડ સુધીના પ્રદેશમાં ફરી હતી.

સુરેન્દ્ર પ્રસાદે ફ્લાયકેચર પક્ષીને પોતાના કેમેરામાં કેદ કરી લીધું
આ ટીમમાં વડોદરાના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ સુરેન્દ્ર પ્રસાદ (સુરુ) પણ સામેલ હતા. સુરેન્દ્ર પ્રસાદે ફ્લાયકેચર પક્ષીને પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. પેસેજ માઇગ્રેન્ટ એટલે કે આ પક્ષી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વરસાદ પછી જે જીવડા કે માખી વાતાવરણમાં દેખાય છે તેને ખાવા માટે માત્ર કચ્છમાં જ આવે છે. તે અહીં 10થી 15 દિવસ રહે છે અને ત્યારબાદ પાકિસ્તાન તરફ જતું રહે છે.

ખાખી માખીમાર, દિવાળી માખીમાર અને ટપકીલો માખીમાર જેવા નામથી ઓળખવામાં આવે
આ પક્ષીને ગુજરાતીમાં ખાખી માખીમાર, દિવાળી માખીમાર અને ટપકીલો માખીમાર જેવા નામથી ઓળખવામાં આવે છે. જેનું સાયન્ટીફિક નામ MUSCICAPA STRIATA છે અને ફ્લાયકેચર કેટેગરીમાં આવે છે. જોઇ લો આ અદ્ભૂત પક્ષીની સુંદર તસવીર...


