VADODARA : પાણી ભરાવવા મુદ્દે ભાજપના કાર્યકરની વિપક્ષના નેતાને રજુઆત
- વડોદરામાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો
- ભાજપના મહિલા કાર્યકરે સ્થાનિકો સાથે વિપક્ષના નેતાને રજુઆત કરી
- પોતાના પક્ષના નેતાઓ કામ નહીં કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું
VADODARA : વડોદરા (VADODARA) શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના (WATER LOGGING ISSUE) કારણે સ્થાનિકોનો મોરચો પાલિકાની કચેરી (VMC OFFICE) એ પહોંચ્યો હતો. આ મોરચામાં ભાજપના કાર્યકર (BJP WORKER) પણ સામેલ હતા. તેમણે વિપક્ષના નેતા (OPPOSITION LEADER - VMC) ચંદ્રકાંત ભથ્થુ સમક્ષ રજુઆત કરતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે આરોપ મુક્યો કે, અમારા નેતાઓ કામગીરી નહીં કરતા હોવઆથી વિપક્ષી નેતાને રજુઆત કરવા આવવું પડે છે. વિપક્ષના નેતાઓ તમામને સાંભળીને આ અંગે ઘટતું કરવા બાંહેધારી આપી હતી.
મોરચો રજુઆત કરવા માટે પાલિકાની કચેરીએ આવી પહોંચ્યો
વડોદરા શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં નજીવા વરસાદમાં પાણી ભરાઇ જાય છે. સ્થિતી એ હદે વણસે છે કે, કેટલાકના ઘરપમાં પાણી ભરાઇ જાય છએ. આ સ્થિતી ગણેશનગર, રૂષિ નગર તથા આસપાસના વિસ્તારની છે. આ અંગે તાજેતરમાં સ્થાનિકોનો મોરચો રજુઆત કરવા માટે પાલિકાની કચેરીએ આવી પહોંચ્યો હતો. જ્યાં ભાજપના કાર્યકર સહિતના સ્થાનિકોએ વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુને મળીને વિગતવાર પોતાની સમસ્યા વર્ણવી હતી.
પક્ષના નેતાઓ અમારા કામ કરતા નથી
આ અંગે ભાજપના કાર્યકર રશ્મિકા પટેલનું કહેવું છે કે, વિતેલા 4 વર્ષથી નજીવા વરસાદમાં પણ તેમા ઘરોમાં પાણી ભરાઇ જાય છે. મોટા નેતા અને કોર્પોરેટરોને આ અંગે રજુઆત કરી છે. છતાં તેઓ સરખો જવાબ આપતા નથી. હું ભાજપની હોદ્દેદાર પણ રહી ચુકી છું. છતાં અમારૂ કોઇ સાંભળતું નથી. 5 દિવસ પહેલા અધિકારીઓને સાથે રાખીને નેતાઓ આવ્યા હતા. પરંતુ વાતો કરીને જતા રહ્યા હતા. અમે પક્ષનો પ્રચાર કરીએ છીએ. લોકો સીધા ચૂંટાયેલા પ્રતિનિધીઓને રજુઆત કરવાની જગ્યાએ અમારી પાસે આવે છે. પક્ષના નેતાઓ અમારા કામ કરતા નથી, એટલે આજે વિપક્ષના નેતા પાસે કામ અર્થે આવવું પડ્યું છે. અમારી માંગ છે કે, વરસાદી પાસ બનાવવામાં આવે, જેથી પાણી ભરાવવાની સમસ્યામાંથી અમને મુક્તિ મળે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાએ 15 દિવસ વોચ ગોઠવી શેરડીના કૂચા અને પડિયા નાંખનારને ઝડપ્યો


