VADODARA : ઓપરેશન સિંદૂર બાદ કર્નલ સોફિયાનો ભાઇને ફોન, કહ્યું, 'કૈસા લગા, બજા ડાલા ના ?'
- ઓપરેશન સિંદૂર થકી ભારતે આતંકવાદીઓને તગડો જવાબ આપ્યો
- ઓપરેશનની માહિતી આપનાર પૈકી કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના
- પ્રેસવાર્તા પત્યા બાદ કર્નલ સોફિયાએ વડોદરામાં રહેતા ભાઇને ફોન કર્યો હતો
VADODARA : પહલગામમાં થયેલા આતંકી હુમલા (PAHALGAM TERROR ATTACK) સહિત અગાઉના અનેક આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના (INDIAN ARMY) દ્વારા ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આતંકવાદીઓના 9 ઠેકાણા નેસ્તનાબુદ કરી દેવામાં આવ્યા છે. આ મિશનની માહિતી દુનિયા સમક્ષ મુકનાર પૈકી એક લેફ્ટનેન્ટ કર્નલ સોફિયા કુરેશી (LT COL SOPHIA QURESHI) વડોદરા (VADODARA) ના છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ પુરી કર્યા બાદ પોતાના ભાઇને ફોન કર્યો હતો. અને પુછ્યું કે, મિશન પૂરા હુઆ, કૈસા લગા, બજા ડાલા ના ?
ભાઇ મોહંમદ સંજયનો ફોન કર્યો હતો
ઓપરેશન સિંદૂરની પ્રેસ બ્રિફીંગ સમયે ભારતના વિદેશ સચિવ સાથે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સચિવ બાદ બંને દ્વારા વારાફરથી મિશન સિંદૂર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અહેવાલ અનુસાર, ત્યાર બાદ કર્નલ સોફિયા કુરેશી દ્વારા વડોદરામાં રહેતા તેના ભાઇ મોહંમદ સંજયનો ફોન કર્યો હતો. અને કહ્યું કે. મિશન પુરા હુઆસ, કૈસા લગા, બજા ડાલા ના ?
દિકરીએ દેશની બહેનો અને માતાઓના સિંદૂરનો બદલો લીધો
દિકરીની સફળતા અંગે પિતા તાજ મોહંમદ કુરેશીનું કહેવું છે કે, અમને ગર્વ છે, અમારી દિકરીએ દેશ માટે ખુબ સારુ કામ કર્યું છે. પાકિસ્તારનો નાશ થવો જોઇએ. મારા દાદા, પિતા અને હું આર્મીમાં હતા, અને હવે અમારી દિકરી છે. માતા હલીમા કુરેશીએ કહ્યું કે, દિકરીએ દેશની બહેનો અને માતાઓના સિંદૂરનો બદલો લીધો છે. સોફિયા પિતા અને દાદાના પગલે ચાલવા માંગતી હતી. બાળપણથી જ તે સેનામાં જોડાવવા ઇચ્છતી હતી.
2016 માં ફોર્સ 18 માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું
કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે. તેમના પિતા અને દાદા ભારતીય સેવામાં ફરજ બજાવી ચૂક્યા છે. સોફિયા કુરેશી આર્મી સિગ્નલ કોર્પ્સના સિનિયર અધિકારી છે. તેમણે વડોદરામાં બાયોકેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે વર્ષ 2016 માં ફોર્સ 18 માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. જેને ભારતનું સૌથી મોટું લશ્કરી ઓપરેશન માનવામાં આવે છે.
આ પણ વાંચો --- Vadodra: Operation Sindoor ને સફળતા પૂર્વક પાર પાડનાર યુવતી ગુજરાતી, ભાઈ-અમારો પરિવાર દેશભક્તિ સાથે જોડાયેલો


