ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodra : VMC અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વડોદરાના સ્વજનોની વહારે, બેઠકમાં લીધો મોટો નિર્ણય

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાનાં પણ અનક નાગરિકોના મોત નિપજ્યા હતા. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
04:06 PM Jun 14, 2025 IST | Vishal Khamar
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાનાં પણ અનક નાગરિકોના મોત નિપજ્યા હતા. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
vadodra vmc gujarat first

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ 241 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં વડોદરાના નાગરિકોના પણ મૃત્યુ પામ્યા છે. વડોદરાના નાગરિકોના મૃત્યુ પામ્તા પાલિકા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આવા દુઃખદન સમયે પાલિકા મૃતકોના સ્વજનોની વ્હારે આવી છે. મૃતકોની વિધિ બેસણું સહિતની ક્રિયા માટે અતિથિ ગૃહ ખુલ્લા મુકાયા હતા. મૃતકોના સ્વજનો પાસેથી એક પણ રૂપિયો ભાડુ વસૂલવામાં નહી આવે તેવો નિર્ણય પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

આ બાબતે વડોદરા મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં જે બોઈગ વિમાન જે અમદાવાદથી લંડન જતું હતું. જેમાં વડોદરાના નાગરિકોના મૃત્યું નિપજ્યા છે. એ લોકોને જરૂર પડે વડોદરા શહેરના અતિથી ગૃહ તેમજ કોમ્યુનિટી હોલ તેમને વિના મૂલ્યે બેસણા માટે આપવામાં આવશે. તેવો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી

અમદાવાદ ખાતે તા. 12 જૂનના રોજ થયેલ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.  આ પ્લેન દુર્ઘટનામાં વડોદરા શહેર અને જિલ્લાના કુલ 32 લોકોના મોત નિપજ્યા છે. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં સૌ પ્રથમ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : ઋષભ રુપાણી લંડનથી ગુજરાત આવી પહોંચ્યા, રાજકોટમાં પ્રાર્થના સભા-અંતિમ દર્શનનું આયોજન કરાયું

વડોદરા શહેર અને જિલ્લાના 32 પ્રવાસીઓની ઓળખ કરાઈ

અમદાવાદમાં ઘટેલી એર ઇન્ડિયાના વિમાન તૂટી પડવાની દુર્ઘટના (AHMEBADAB PLANE CRASH) માં વડોદરા શહેર અને જિલ્લાના હતભાગી 32 પ્રવાસીઓની ઓળખ કરવા માટે તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેળવવાની (DNA COLLECTION) પ્રક્રીયા પૂર્ણ થઇ છે. કલેક્ટર (VADODARA COLLECTOR) ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં વસતા 32 પ્રવાસીઓ દુર્ઘટનાગ્રસ્ત એરોપ્લેનમાં મુસાફરી કરતા હતા. આ પ્રવાસીઓની ઓળખ મેળવવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મૃતક કલ્પના બેનના મૃતદેહની ઓળખ કરવા માટે પરિવારે તેમણે પહેરેલા બ્રેસલેટને શોધ્યું હતું. પિતા-પુત્રએ 170 થી વધુ મૃતદેહો તપાસ્યા હતા. પતિનું કહેવું છે કે, અમે પોટલા બાંધીને રાખેલા સેંકડો મૃતદેહો વચ્ચે હતા. તે અમારાથી જોવાયું ન્હતું.

આ પણ વાંચોઃ VADODARA : ક્રેશ પહેલા મહિલાએ સ્ટેટસ મુક્યું, 'કોઈના જાને યહા ક્યાં હો જાયે કલ'

Tags :
Ahmedabad Plane crashDr. Sheetal MistryGujarat FirstGUJARAT FIRST NEWSVadodara deadVadodara Municipal CorporationVadodara Standing Committee meeting
Next Article