VADODARA : ડભોઇમાં અજગરના બે ડઝનથી વધુ બચ્ચાનું રેસ્ક્યૂ, 2 કલાકે મળી સફળતા
- ડભોઇમાં ચોંકાવનારી સંખ્યામાં અજગરના બચ્ચા મળી આવ્યા
- વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડ્યા
- 2 કલાક જેટલી જહેમત બાદ રેસ્ક્યૂ સફળ રહ્યું
- કેટલોક સમય ટોર્ચ લાઇટના સહારે કામ કરવું પડ્યું
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (VADODARA - DABHOI) માં 24 થી વધુ અજગરના બચ્ચા (BABY PYTHON) મળી આવ્યા છે. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા. અને 2 કલાકની મહેનત બાદ તમામ બચ્ચાનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. આ ઘટનામાં અજગરના બચ્ચાને રેસ્ક્યૂ કર્યા બાદ સલામત સ્થળે છોડી મુકવામાં આવનાર છે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરવામાં આવી છે.
સૂમસામ જગ્યાએ અજગર ઇંડા મુકે છે
વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇના નાંનોદી ભાગોળની લાલા ટોપલી વાવ પાસે અજગરના એક-બે નહીં 24 થી વધુ બચ્ચા મળી આવ્યા હતા. સામાન્ય રીતે ચોમાસાની રુતુમાં અજગર બચ્ચાને જન્મ આપે છે. સૂમસામ જગ્યાએ અજગર ઇંડા મુકે છે. બાદમાં તેને ફોડીને તેમાંથી બચ્ચા બહાર કાઢે છે. અહિંયા એક જ જગ્યાએ અજગરના 24 બચ્ચા મળી આવ્યા હતા. આ અંગે નવ વિભાગના જાણ થતા જ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે બે કલાકની જહેમત બાદ તમમામ બચ્ચાનું રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
વિભાગ અને લોકો દ્વારા કામગીરીની સરાહના
આ ઘટનામાં તમામ બચ્ચાઓને સલામત રીતે બહાર કાઢીને વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યા હતા. તે બાદ તમામને સલામત જગ્યાએ છોડી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીને વન વિભાગના કલ્યાણીબેન બારોટ અને કાજલ બેન સહિતની ટીમોએ સલામત રીતે પાર પાડી છે. તેમના કામની વિભાગ અને લોકો દ્વારા સરાહના કરવામાં આવી છે.
આ પણ વાંચો ---- VADODARA : સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપાતા છાણી ગામમાં બંધ પાળી વિરોધ


