Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું

VADODARA : મારા પિતાને કોઇ ચિંતા હતી કે કેમ તે અમે જાણતા નથી. અમે તેમને કંઇ પુછીએ તો તેઓ જણાવતા ન્હતા - મૃકનો પુત્ર
vadodara   રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું
Advertisement
  • દિપક નાઇટ્રેટના કાયમી કર્મચારીએ નોકરીના અંતિમ સપ્તાહમાં જીવન ટુંકાવ્યું
  • ગત સાંજે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી

VADODARA : વડોદરા (VADODARA) ના નંદેસરીમાં દિપક નાઇટ્રેટ (DEEPAK NITRITE) નામની કંપની આવેલી છે. આ કંપનીમાં કામ કરતા અને યુનિયનના નેતાએ રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા જ કંપનીના પ્લાન્ટમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. આ ઘટના અંગે તેમના પુુત્રને જાણ કરવામાં આવતા તે દોડી આવ્યો હતો. પુત્રની હાજરીમાં પોલીસે કંપની પરિસરમાં મૃત પિતાના દેહને નીચે ઉતારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પિતા કોઇ પણ પ્રકારની ચિંતામાં હોવાની વાતથી પરિવાર અજાણ છે. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પુત્રને ટેલિફોનીક જાણ કરીને કંપનીએ બોલાવવામાં આવ્યા

વડોદરાના નંદેસરીમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં સનાભાઇ ગોવિંદસિંહ રાઠોડ કાયમી કર્મચારી તરીકે કામ કરતા હતા. સાથે જ તેઓ યુનિયનના નેતા હોવાથી સાથી કર્મચારીઓનો અવાજ બનીને કંપની સત્તાધીશો સુધી મુકતા પણ હતા. ગત સાંજે તેમણે કંપનીમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કંપની સત્તાધીશોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. સાથે જ નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. દરમિયાન મૃતકના પુત્રને ટેલિફોનીક જાણ કરીને કંપનીએ બોલાવવામાં આવ્યા હતા.

Advertisement

અમે કારણ જાણવા ઇચ્છીએ છીએ

મૃતકના પુત્રએ મીડિયાને કહ્યું કે, હું કંપનીમાં કામ કરતો હતો. તે દરમિયાન મને મારા પિતાની કંપનીમાંથી ફોન આવ્યો અને કહ્યું કે, તમારે તાત્કાલિક આવવાનું છે. અમે ગાડી મોકલી રહ્યા છીએ. પહેલા કંઇ સમજાયું નહીં, પરંતુ બાદમાં તેમણે માતા પિતાએ અંતિમ પગલું ભર્યું હોવાની વાત જણાવી હતી. જે બાદ હું ત્યાં પહોંચ્યો હતો. ત્યારે પોલીસ અને કંપનીના સત્તાધીશો હાજર હતા. મારી હાજરીમાં જ તેમને મૃતદેહને ઉતારીને વધુ કાર્યવાહી અર્થે લઇ જવામાં આવ્યો છે. મારા પિતાને કોઇ ચિંતા હતી કે કેમ તે અમે જાણતા નથી. અમે તેમને કંઇ પુછીએ તો તેઓ જણાવતા ન્હતા. અમે આ મામલા પાછળનું કારણ જાણવા ઇચ્છીએ છીએ. મારા પિતા આ મહિનાની 31, મી તારીખે રિટાયર્ડ થઇ રહ્યા હતા. અને તેમણે ગત સાંજે આ પગલું ભરી લીધું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પેલેસ્ટાઇન અને ભારતના ઝંડા સાથેના વીડિયોએ ચર્ચા જગાવી, તાંદલજા કનેક્શનનું રહસ્ય

Tags :
Advertisement

.

×