VADODARA : SSG હોસ્પિટલમાં મહિલા સિક્યોરીટી ગાર્ડની છેડતી, એકની અટકાયત
- મધ્યગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં મહિલા સુરક્ષાને લઇને સવાલો ઉઠ્યા
- મહિલા સિક્યોરીટી ગાર્ડની છેડતી થતા સ્થાનિકોએ એકને દબોચ્યો
- શખ્સે મહિલાના ખભે હાથ મુકીને અઘટિત માંગણી કરી
VADODARA : મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં (SSG HOSPITAL - VADODARA) વહેલી સવારે મહિલા સિક્યોરીટી ગાર્ડની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સે મહિલાના ખભે હાથ મુકીને અઘટિત માંગણી કરતા કહ્યું કે, રૂ. 2 હજાર દેતા હું... આખરે આ મામલે મહિલા દ્વારા રાવપુરા પોલીસ મથક (RAOPURA POLICE STATION - VADODARA) માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. છેડતીના આરોપી પૈકી એકને સ્થળ પર હાજર લોકોએ દબોચીને પોલીસને સોંપી દીધો છે. આ ઘટના સામે આવતા સરકારી હોસ્પિટલમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હવે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
વાહન પોલીસે અટકાયતમાં લીધું
સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલના સુપરવાઇઝર અંકુર બારોટે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે 11 થી લઇને સવારે 7 વાગ્યા સુધી પીડિયાટ્રીક ડિપાર્ટમેન્ટની બહાર મહિલા સિક્યોરીટી ગાર્ડની ડ્યુટી હતી. વહેલી સવારે ફૂલ નશાની હાલતમાં બે અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવ્યા અને મહિલા સિક્યોરીટી ગાર્ડની છેડતી કરી હતી. ત્યારે સ્થળ પર હાજર લોકોએ એકને પકડીને રાવપુરા પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનામાં બીજો શખ્સ ભાગી ગયો હતો. તેઓ ટુ વ્હીલર પર આવ્યા હતા. તેમનું વાહન પોલીસે અટકાયતમાં લીધું છે. તેઓ બાથરૂમ ગયા હતા, અને બહાર આવતા જ તેમની સાથે ગેરર્તણુંક કરવામાં આવી છે.
આરોપીએ વિરૂદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માંગ
તેમણે વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં સિક્યોરીટી ઓછી લાગી રહી છે, અમારા સાહેબે વધારે સિક્યોરીટીની માંગણી કરી છે. અમે 24 કલાકમાં ગમે ત્યારે સિક્યોરીટીની તૈનાતીની ચકાસણી કરતા હોઇએ છીએ. આ તો સિક્યોરીટી ગાર્ડ જોડે આવું બન્યું, જો આવી ઘટના ડોક્ટર્સ અથવા મેડિકલ સ્ટાફ જોડે ઘટી હોત તો વિરોધ શરૂ થઇ ગયો હોત. અમે આરએમઓ અને સુપ્રીટેન્ડેન્ટને વાત કરી છે. આ આરોપીએ વિરૂદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માંગ અમે મુકી છે. એઝાઝ વ્હોરા (રહે. નાગરવાડા) ને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય કાળા શર્ટમાં આવેલા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે, એકને સ્થાનિકે પકડતા અન્ય શખ્સે ધમકી આપી કે, તેનો છોડી દો નહીંતર પતાવી દઇશ. પોલીસે બીજા આરોપરીને દબોચવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : SMC ની રેડમાં રૂ. 2.44 કરોડનો દારૂ પકડાતા PI સસ્પેન્ડ, ACP ને તપાસ સોંપાઇ


