Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારા હેરી ઓડે આપ્યું ચોંકાવનારું નિવેદન

Vadodara : સાંસદ રંજનબેન ભટ્ટ (MP Ranjanben Bhatt) ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. તેમને ત્રીજીવાર રિપીટ કરાયા બાદથી અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ બેનર લાગતા વડોદરાના રાજકારણ (Vadodara's politics) માં ગરમાવો આવી ગયો છે. સાંસદ વિરુદ્ધ બેનર...
vadodara   રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારા હેરી ઓડે આપ્યું ચોંકાવનારું નિવેદન
Advertisement

Vadodara : સાંસદ રંજનબેન ભટ્ટ (MP Ranjanben Bhatt) ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. તેમને ત્રીજીવાર રિપીટ કરાયા બાદથી અસંતોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ બેનર લાગતા વડોદરાના રાજકારણ (Vadodara's politics) માં ગરમાવો આવી ગયો છે. સાંસદ વિરુદ્ધ બેનર (Banner) લગાવનાર કોંગ્રેસના કાર્યકર હેરી ઓડ (Congress worker Harry Odd) ની પોલીસે પૂછપરછ કરી હતી. જે બાદ તેમને પોલીસે મોડી રાત્રે છોડી દીધા હતા. બહાર આવેલા કોંગ્રેસના કાર્યકર હેરી ઓડે રંજનબેન ભટ્ટ (Ranjanben Bhatt) ની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી. હેરી ઓડે બેનર લગાવવા અંગે પણ પોતાનું નિવેદન આપ્યું હતું.

જાહેર જનતામાં રંજનબેન વિરુદ્ધ રોષ : હેરી ઓડ

હેરી ઓડે બેનર કોના કહેવા પર લગાવ્યા તે અંગે કહ્યું કે, તેમા મારો અંતરઆત્મા જાગ્યો. ભાજપના નેતાઓ તેમના લોકોનો જ અવાજ બંધ કરાવી દે છે ત્યારે મને થયું કે આજે તેમનો અવાજ તેમના લોકો ન બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકનો અવાજ બને છે. અમે હરહંમેશા લોકોનો અવાજ બનતા રહીશું. હેરી ઓડે આગળ કહ્યું કે, જે બેનરો લગાવવામાં આવ્યા તેનો જાહેર જનતામાં વિરોધ છે. અમે આ દિવસ દરમિયાન બેનરો લગાવવાના હતા અને વિરોધ કરવાના હતા પણ રાત્રે એટલા માટે આ કરવામાં આવ્યું કે, અમે તે કામ શાંતિથી કરી શકીએ. અમે મોંઢુ બાંધ્યા વગર આ કામ કર્યું હતું. આ બેનર લગાવ્યા બાદ લોકોનો રોષ બહાર આવ્યો છે. અમારો અવાજ પહોંચાડવા માટે અમારા દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા હતા. આ સાથે હેરી ઓડે એ પણ કહેવાનું ન ચુક્યા કે જાહેર જનતામાં રંજનબેન વિરુદ્ધ રોષ છે અને જો મારી પાર્ટી મને ટિકિટ આપશે તો હું તેમની વિરુદ્ધ ચૂંટણી લડવા તૈયાર છું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજી વાર તાજેતરના સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા બાદ અસંતોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ જાહેરમાં આ મુદ્દે રોષ પ્રગટ કર્યો હતો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રંજન ભટ્ટ ( Ranjan Bhatt ) વિરુદ્ધ બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે રંજનબેનની ફરિયાદ બાદ ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોર્ડે અને પોલીસે તપાસ શરુ કરી છે અને બેનર કોણે લગાવ્યા તે દિશામાં તપાસ શરુ કરી હતી. જે બાદ હેરી ઓડ સહિતના કાર્યકર્તાઓની પૂછપરછ કરવામા આવી હતી. જોકે, તેમની પૂછપરછ બાદ તેમને છોડી દેવામાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ રાજકારણ ક્યા સુધી ચાલતું રહેશે.

Advertisement

આ પણ વાંચો - Banner Politics : બેનર વિવાદમાં આખરે શું કહ્યું રંજનબેન ભટ્ટે ?

આ પણ વાંચો - Banner controversy : કારમાંથી ઉતરેલા 2 શખ્સ પાછળ કોનો દોરીસંચાર?

આ પણ વાંચો - Ranjan Bhatt વિરુદ્ધ લાગેલા બેનરની ચૂંટણી પંચ દ્વારા તપાસ શરુ

Tags :
Advertisement

.

×