Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banner Politics : બેનર વિવાદમાં આખરે શું કહ્યું રંજનબેન ભટ્ટે ?

Banner Politics : વડોદરા (Vadodara) માં સાંસદ રંજનબેન ભટ્ટ ( Ranjan Bhatt) વિરુદ્ધ બેનર લગાવવાના મામલે પોલીસે યુવક કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી પૂછપરછ શરુ કરી છે. Banner Politics મામલામાં શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી ધ્રુવિત વસાવા અને અન્ય એક...
banner politics   બેનર વિવાદમાં આખરે શું કહ્યું રંજનબેન ભટ્ટે
Advertisement

Banner Politics : વડોદરા (Vadodara) માં સાંસદ રંજનબેન ભટ્ટ ( Ranjan Bhatt) વિરુદ્ધ બેનર લગાવવાના મામલે પોલીસે યુવક કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી પૂછપરછ શરુ કરી છે. Banner Politics મામલામાં શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી ધ્રુવિત વસાવા અને અન્ય એક વ્યક્તિ પણ સંડોવાયેલો હોવાનું શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું છે ત્યારે આ મામલે વડોદરાના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આ બનાવમાં કોંગ્રેસના કાર્યકરોની માનસિક્તા બહાર આવી છે.

Advertisement

પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા કલાકમાં પકડી લેવાયા

રંજનબેન ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મને જવાબદારી મળી છે તે દિવસથી કાર્યકરો અને ધારાસભ્યો અને કોર્પોરેટરો, નગરપાલિકાના કાર્યકરો ખુશ થઇને મારો સત્કાર સ્વાગત કરી રહ્યા છે. દરેક વિધાનસભામાં સંમેલન યોજાઇ રહ્યા છે. જે રીતે વડોદરાના બદનામ કરવાનું કામ ચાલી રહ્યું હતું. ભાજપના કાર્યકરો શાંત બેઠા હતા પણ સહનશક્તીની મર્યાદા હોય. ગઇ કાલે રાત્રે પોસ્ટર લગાવ્યા અને સવારે જાણ થતાં પોલીસ કમિશનરને ફરિયાદ કરી. મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીનો આભાર કે તેમણે તત્કાળ સુચના આપી પોસ્ટર લગાવનાર વ્યક્તિને થોડા કલાકમાં પકડી લેવાયા.

Advertisement

કોંગ્રેસના કાર્યકરોની માનસિક્તા બહાર આવી છે

તેમણે કહ્યું કે બનાવમાં કોંગ્રેસના કાર્યકરોની માનસિક્તા બહાર આવી છે. તેમની પુછપરછ થઇ રહી છે. જે સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે. હું વધારે સક્ષમ છું. હું ભાજપની કાર્યકર છું. 30 વર્ષથી રાજકારણમાં છું. જીવનમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા પણ મારુ મન ડગ્યું નથી. મારા નામની જાહેરાત થઇ ત્યારથી ભાજપના કાર્યકરો તૈયાર થઇ ગયા છે. મારા કાર્યકરો તરફથી મને તાકાત મળી છે.

ફૂટેજમાં બે યુવાનો બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા હતા

બનાવ અંગે પોલીસે તપાસ કરતાં પોલીસને ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવવાના CCTV ફૂટેજ મળ્યા હતા જેમાં જોવા મળે છે કે કારમાંથી ઉતરી બે યુવાનોએ સોસાયટીઓની બહાર બેનર લગાવ્યા હોવાનું જોવા મળે છે. ફૂટેજમાં બે યુવાનો બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા હતા.

સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલ સોસાયટીઓ ના નાકા પર પોસ્ટરો લાગ્યા હતા

ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા હતા. શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તાર માં આવેલ સોસાયટીઓ ના નાકા પર પોસ્ટરો લાગતાં ચકચાર મચી હતી. ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના રોડ પર પોસ્ટર લાગ્યા હતા.

આ પણ વાંચો----- Banner controversy : કારમાંથી ઉતરેલા 2 શખ્સ પાછળ કોનો દોરીસંચાર?

આ પણ વાંચો----Ranjan Bhatt વિરુદ્ધ લાગેલા બેનરની ચૂંટણી પંચ દ્વારા તપાસ શરુ

Tags :
Advertisement

.

×