Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોડી રાત્રે હિટ એન્ડ રન, વૃદ્ધને અડફેટે લેનાર નશાખોરોને સ્થાનિકોએ ઝડપ્યા

VADODARA : મેં પીછો કર્યો હતો. બાદમાં એરપોર્ટ સર્કલ પર તેણે મારી જોડે મારામારી કરી હતી. જે એરપોર્ટના સીસીટીવીમાં જોઇ શકાશે - સ્થાનિક
vadodara   મોડી રાત્રે હિટ એન્ડ રન  વૃદ્ધને અડફેટે લેનાર નશાખોરોને સ્થાનિકોએ ઝડપ્યા
Advertisement
  • વડોદરાના વારસિયામાં મોટો અકસ્માત થતા રહી ગયો
  • નશાની હાલતમાં કાર ચાલકોએ વૃદ્ધને અડફેટે લીધા
  • લોકોએ બેની અટકાયત કરીને પોલીસને સોંપ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં અવાર નવાર પીધેલી હાલતમાં વાહન અકસ્માતની (DRINK AND DRIVE - ACCIDENT) ઘટનાઓ સામે આવતી રહે છે. તમામ કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી કરવા છતાંય આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ગત મોડી રાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમાં હિટ એન્ડ રનની (HIT AND RUN - VADODARA) ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં કાલ ચાલકે એક વૃદ્ધને ઉડાડ્યા હતા. અને તે સ્થળ પરથી નાસી ગયો હતો. આ ઘટનામાં નજરે જોનારે કારનો પીછો કર્યો હતો. અને તેની અટકાયત કરીને પોલીસને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

એ તો બધુ પુરૂ થઇ જશે અમારૂ

ઘટના સમયે સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે જુના એરપોર્ટની બહર બેઠા હતા. એક ગાડી વાળો પુર ઝડપે આવ્યો, અને સાઇડમાં જતા દાદા પર ગાડી તેણે ગાડી ચઢાવી દીધી. ત્યાર બાદ મેં તેનો પીછો કર્યો હતો. બાદમાં એરપોર્ટ સર્કલ પર તેણે મારી જોડે મારામારી કરી હતી. જે એરપોર્ટના સીસીટીવીમાં જોઇ શકાશે. ત્ચાર બાદ તે ભાગ્યો અને તેની પાછળ હું મારૂ એક્ટિવા લઇને ભાગ્યો હતો. મેં તેને વારસિયા રીંગ રોડ પર પકડ્યો હતો. અને પોલીસને બોલાવીને બંનેને સોંપી દેવામાં આવ્યા છે. બંનેનું કહેવું છે કે, કોઇ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજો. એ તો બધુ પુરૂ થઇ જશે અમારૂ.

Advertisement

દારૂનો જથ્થો હાલોલ બસ સ્ટેશન પાસેથી લાવ્યા

સમગ્ર મામલે એસીપીનું કહેવું છે કે, ગતરાત્રે વારસિયા પોલીસ મથકમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે, ગાડીમાં બે ઇસમો દારૂ પીધેલી હાલતમાં જતા હતા. કંટ્રોલની વર્ધી અનુસાર પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. વારસિયામાં સર્વાનંદ હોલ છે, ત્યાં બે ઇસમોને ગાડી સાથે લોકોએ પકડી રાખ્યા હતા. અટકાયત કરાયેલા ગાડીના ચાલકનું નામ નિલેશસિંહ રજપુત અને અન્ય સતીષ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. બંને પીધેલી હાલતમાં હતા. ગાડીમાંથી તપાસ કરતા 10 બોટલ દારૂ મળી આવ્યો છે. આ દારૂનો જથ્થો હાલોલ બસ સ્ટેશન પાસેથી લાવ્યા હોવાનું જણાવી રહ્યા છે. બંનેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : આખરે ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવાનું મૂહુર્ત નીકળ્યું

Tags :
Advertisement

.

×