Vadodara : Hotel Hyatt માં વેજના નામે નોનવેજ પીરસાયું, શેફે કહ્યું, 'અમારી ભૂલ થઇ ગઇ'
- હોટેલ હયાતના રેસ્ટોરેન્ટમાં ગંભીર છબરડો સામે આવ્યો
- પવિત્ર શ્રાવણ માસમાં વેજીટેરીયન ગ્રાહકને નોનવેજ પીરસી દીધું
- ગ્રાહકે હોબાળો મચાવતા સંચાલકોએ કાઢી મુક્યાનો દાવો
Vadodara : વડોદરા (Hotel Hyatt Palace- Vadodara) ના નિલાંબર સર્કલ પાસે આવેલી જાણીતી 5 સ્ટાર હયાત હોટેલના (Hotel Hyatt - Vadodara) સંચાલકોનો ગંભીર છબરડો સામે આવ્યો છે. આજે બપોરે પિતા-પુત્ર હોટલ હયાત (Hotel Hyatt Palace - Vadodara) માં જમવા માટે ગયા હતા. જ્યાં તેમણે વેજ વાનગી જમવા માટે મંગાવી હતી. જેની જગ્યાએ તેમને નોનવેજ પધરાવી દેવામાં આવ્યું હોવાનો દાવો (Serve Non Veg to Veg Consumer) કરવામાં આવી રહ્યો છે. બાદમાં ગ્રાહકે ભોજન વેજ છે કે કેમ તેની બે-ત્રણ વાર પૃચ્છા કરી હતી. ત્યારે હોટેલ હયાતના સંચાલકો દ્વારા વાનગી વેજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આખરે વાનગી નોનવેજ હોવાનું સામે (Serve Non Veg to Veg Consumer) આવતા હોટલ દ્વારા બીલ આપવાની મનાઇ ફરમાવીને ગ્રાહકને કાઢી મુક્યો હોવાનું તેણે જણાવ્યું છે.
આ વેજીટેરીયન વાનગી છે, તમે ખાઇ શકો છો
હોટેલ હયાત (Hotel Hyatt Palace - Vadodara) ના અતિગંભીર છબરડાંનો ભોગ બનેલા ગ્રાહક ગીતાંશ મિત્તલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ વડોદરાની હોટલ હયાત પેલેસ છે. તેના પહેલા માળે આવેલી રેસ્ટોરેન્ટમાં ગયા હતા. અમે પ્યોર વેજીટેરીયન હોવાનું તેમને જણાવ્યું હતું. અને તેમ પણ કહ્યું કે, અમને માત્ર વેજીટેરીયન જમવાનું જ પીરસવામાં આવે. તેમણે વેજીટેરીયન વાનગી સાથે નોનવેજ પીરસી દીધું (Serve Non Veg to Veg Consumer) હતું. તેને ખાધા બાદ અમે તેમને પુછ્યું કે, શું આ નોનવેજ વાનગી છે ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, આ વેજીટેરીયન વાનગી છે, તમે ખાઇ શકો છો. બાદમાં અમને તેમની વાત પર ભરોસો ના આવ્યો.
અહિંયા માણસ અને ધર્મની કોઇ રીસ્પેક્ટ કરતું નથી
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે કિચનમાં જઇને શેફ જોડે વાત કરી, બાદમાં તેમણે ઇન્સ્પેક્શન કરીને કહ્યું કે, અમારાથી ભૂલ થઇ ગઇ છે. અમે તમને નોનવેજ પીરસી દીધું (Serve Non Veg to Veg Consumer) છે. મેં તેને કીધું કે, તમે શ્રાવણ માસમાં નોનવેજ ખવડાવી દીધું છે, અમે અહિંયા ના ખાઇ શકીએ. અમારે જવું છે, અમને બીલ આપી દો. તેમણે અમને બીલ આપ્યું ન્હતું. તેઓ વાત કરવાનું ના પાડી રહ્યા છે. અહિંયા માણસ અને ધર્મની કોઇ રીસ્પેક્ટ કરતું નથી. તેઓ માત્ર પૈસા કમાવવામાં પડ્યા છે. તેઓ કહે છે કે, આ નાની ભૂલ છે, તેને જવા દો, અમે પોલીસને બોલાવી તો તેમણે કહ્યું કે, આ અમારો વિષય નથી. તમે ગ્રાહક સુરક્ષામાં જાઓ.
આ પણ વાંચો ---- Vadodara : રખડતા શ્વાનને દોરી વડે બાંધીને, સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકતા રોષ


