Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોંગ્રેસના આગેવાને ખાડા ચકાસ્યા, પોસ્ટર લગાવ્યું, 'પ્રજાની હાય લાગશે'

VADODARA : લોકોને કહેવું છે કે, તમે હવે જાગૃત થાઓ. નહીં તો ખાડામાં જ જીંદગી પસાર કરવી પડશે. તમારા કોઇ પણ કામ નહીં થાય - રાકેશભાઇ
vadodara   કોંગ્રેસના આગેવાને ખાડા ચકાસ્યા  પોસ્ટર લગાવ્યું   પ્રજાની હાય લાગશે
Advertisement
  • કલાલીમાં પાયાની સુવિધા રસ્તાની હાલત ખરાબ
  • લોકોની કમ્મર તુટી જાય તેવા મસમોટા ખાડા
  • કોંગ્રેસના આગેવાનો અનેખો રીતે વિરોધ નોંધાવ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસા (MONSOON - 2025) માં રોડ રસ્તાની હાલત દિવસેને દિવસે ખખડી રહી છે. રોડ રસ્તાની પાયાની જરૂરિયાત સામે પણ નાગરિકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજે શહેરના કલાલી વિસ્તાર (KALALI) માં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ (CONGRESS WARD PRESIDENT) રાકેશભાઇ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યા છે. તેઓ રજાના દિવસે રવિવારે વિસ્તારમાં ખાડા ગણવા નીકળ્યા છે, અને સાથે જ તેમની કાર પર પોસ્ટર લગાડવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, પ્રજાની હાય લાગશે, અને જે હરામખોરો હવે ડામરના પૈસા ખાશે, એના ઘરે આવો બાબો આવશે. આ અનોખા વિરોધ બાદ પણ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હાલે છે કે નહીં તે જોવું રહ્યું.

પોસ્ટર વડે લોકજાગૃતિ લાવીશું

સમગ્ર ઘટનાક્રમ અંગે કલાલીમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશભાઇએ મીડિયાને જણાવ્યું કે, કલાલીને પાલિકામાં સમાવ્યે 25 વર્ષ થઇ ગયા છે. અહિંયા ડેવલોપમેન્ટના નામે મીન્ડુ છે. રોડ રસ્તાની હાલત જોઇ હોય તો, જે હવે ડામરના પૈસા ખાશે તેને પ્રજાની હાય લાગશે. લોકો કંટાળી ગયા છે. હેરાન પરેશાન થઇ ગયા છે. અમે વિસ્તારમાં વોર્ડ નં - 12 માં ફરીશું, અને ખાડાની હાલત ચકાશીશું, અને પોસ્ટર વડે લોકજાગૃતિ લાવીશું. લોકોને કહેવું છે કે, તમે હવે જાગૃત થાઓ. નહીં તો ખાડામાં જ જીંદગી પસાર કરવી પડશે. તમારા કોઇ પણ કામ નહીં થાય. આ લોકો જલ્સા અને મસ્તીથી રહેશે. તમારા છોકરાઓ કીચડ અને ગંદકીમાં પડી રહેશે.

Advertisement

પરંતુ કોઇને લોકોની પડી નથી

તેમણે વધુમાં જણાવ્યું કે, કલાલીમાં એક જ દિવસમાં રોડ ધોવાઇ જાય છે. અહિંયા ડેવલોપમેન્ટના નામે મીંડુ છે. કલાલી ગામ પાછળ 25 થી વધારે સોસાયટીઓ આવેલી છે. પરંતુ કોઇને લોકોની પડી નથી. અહિંયા ઉંડા ઉંડા ખાડા પડી રહ્યા છે. નેતાઓ ફક્ત વોટ લેવા માટે આવે છે, અને બાદમાં પાંચ વર્ષ લોકોને ભૂલી જાય છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : તાજીયા વિસર્જન વેળાએ યુવક તળાવમાં ડૂબ્યો, વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ

Tags :
Advertisement

.

×