Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દિપીકા ગાર્ડન પાસે રીપેર થયેલા ભૂવાથી 10 ડગલાં દૂર બીજો પ્રગટ થયો

VADODARA : ભૂવાના પૂરાણમાં ગોબાચારી થાય છે, તેઓ આખી લાઇન બદલી નાંખે તો આ ભૂવા પડવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે
vadodara   દિપીકા ગાર્ડન પાસે રીપેર થયેલા ભૂવાથી 10 ડગલાં દૂર બીજો પ્રગટ થયો
Advertisement
  • કારેલીબાગમાં વધુ એક ભૂવો પ્રગટ થયો
  • દિપીકા ગાર્ડન વિસ્તારમાં રોડ પર મોટો ભૂવો પડ્યો
  • આ સમસ્યામાંથી કાયમી છુટકારા માટે તંત્રએ લાઇન બદલવી જરૂરી

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં દિપીકા ગાર્ડન આવેલું છે. આ ગાર્ડનમાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો આવે છે. જેના કારણે આ રોડ સતત વ્યસ્ત રહે છે. તાજેતરમાં દિપીકા ગાર્ડન જતા મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો. તેનું માંડ રીપેરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. હજી આ વાતને થોડાક દિવસો જ વિત્યા છે ત્યાં આ રીપેર કરાયેલા ભૂવાથી માત્ર 10 ડગલાં દૂર જ બીજો ભૂવો પ્રગટ થયો છે. જેને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રોડ પર વારંવાર ભૂવો પડવાની સ્થિતીના કાયમી ઉકેલ માટે ડ્રેનેજની લાઇન બદલવાની માંગણી કરવામાં આવી રહી છે.

સંસ્કારી નગરી હવે ભૂવા નગરી થઇ ગઇ છે

સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ કારેલીબાગનો પોશ વિસ્તાર દિપીકા ગાર્ડન જતો રસ્તો છે. અહિંયા મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર રહે છે. બગીચામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ રોજ પર વારંવાર ભૂવાઓ પડે છે. આ રોડ પર કદાચ આ 7 મો ભૂવો હશે. પાલિકાના અધિકારીઓ જાગવા તૈયાર નથી. સંસ્કારી નગરી હવે ભૂવા નગરી થઇ ગઇ છે. ભૂવાના પૂરાણમાં ગોબાચારી થાય છે, તેઓ આખી લાઇન બદલી નાંખે તો આ ભૂવા પડવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે. જો રાત્રીના સમયે આ ભૂવો પડે તે તેમાં વાહન પડવાની અને અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. આ ભયંકર ઉંડો ભૂવો છે. અંદર ડ્રેનેજની લાઇન લિકેજ થઇ રહી છે. તેનું પ્રવાહી પણ વહી રહ્યું છે. વડોદરા શહેરને સ્માર્ટ બનાવવા માટે સત્તાધીશોએ જાગૃત થવું પડશે.

Advertisement

આ પણ વાંચો --- Gandhinagar : ઝડપથી આવતી BMW કારે એક્ટિવા ચાલકને અડફેટે લેતા મોત

Advertisement

Tags :
Advertisement

.

×