VADODARA : 'એક્સીડન્ટ કરકે ક્યું ભાગા', કહી ઝાંસામાં લઇને લૂંટતી ગેંગ ઝબ્બે
- લૂંટ ચલાવતી ગેંગને ગણતરીના સમયમાં દબોચતી છાણી પોલીસ
- ટ્રક ચાલક અથવા તો રાહદારીને છરી બતાવીને ખાલી કરતી હતી ગેંગ
- આરોપીઓ સામે અડધો ડઝનથી વધુ ગુના નોંધાયા છે
VADODARA : ગતરાત્રે છાણી પોલીસ મથક (CHHANI POLICE STATION) માં મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધિ મળી હતી કે, એક ટ્રક ચાલકને મોપેડ ચાલકોએ રોક્યો હતો. બાદમાં તેને કહ્યું કે, એક્સિડન્ટ કરકે ક્યું ભાગા, અને ચાકુ બતાવીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ કિસ્સામાં ભોગ બનનાર પાસેથી રોકડા રૂપિયા અને ફોન લૂંટી લેવામાં (LOOT CASE) આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટના અંગે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ છાણીના પોલીસ ઇન્સ્પેક્ટરદ્વારા વિવિધ ટીમો બનાવીને ટેક્નિકલ તેમજ હ્યુમન રિસોર્સના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લૂંટારૂઓ સુધી પહોંચવામાં છાણી પોલીસને સફળતા મળી છે.
તમામ મુદ્દામાલની કિંમત રૂ. 1.55 લાખ જેટલી થવા પામે છે
છાણી પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓમઓ અનુસાર, તેઓ ટુ વ્હીલર લઇનને હાઇવે પર જતા વાહનો, ખાસ કરીનેટ ટ્રક ચાલકો અને એકલા જતા રાહદારીઓને અલગ અલગ કારણોસર રોકતા હતા. ત્યાર બાદ તેમને હથિયાર બતાવીને તેમની પાસે રાખેલા મોબાઇલ ફોન તથા રકમની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી લૂંટ કરાયેલો મોબાઇલ, રોકડા, ચપ્પુ, વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જે તમામ મુદ્દામાલની કિંમત રૂ. 1.55 લાખ જેટલી થવા પામે છે. આરોપીઓએ છાણી પોલીસ મથક અને બાપોદ પોલીસ મથકમાં મળીને ત્રણ ગુના આચર્યા હોવાની કબુલાત આપી છે.
અત્યાર સુધીમાં 7 કેસો નોંધાઇ ચૂક્યા છે
પોલીસ તપાસમાં ધ્યાને આવ્યું કે, ઉપરોક્ત કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ બાપોદ, સમા, રાવપુરા, અને ગોરવા પોલીસ મથકમાં મળીને અત્યાર સુધીમાં 7 કેસો નોંધાઇ ચૂક્યા છે. મોટા ભાગના આરોપીને દબોચી લીધા બાદ વોન્ટેડ આરોપીને દબોચવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કમિટી દ્વારા તપાસ આરંભાઇ


