VADODARA : પાલિકાના અધિકારીઓને ફિલ્ડમાં જવા ધારાસભ્યની કડક ટકોર
- પાલિકાની ચૂંટણી નજીક આવતા જ ધારાસભ્યો આક્રમક બન્યા
- મ્યુનિ. કમિ. સહિત પાલિકાના અધિકારીઓને કામો મોડા થતા હોવાનું જણાવ્યું
- ટેન્ડરની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મુક્યો
VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકા (VADODARA - VMC) માં ધારાસભ્યો અને મ્યુનિ. કમિ. સહિતના અધિકારીઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ (BJP MLA MANISHABEN VAKIL) દ્વારા અધિકારીઓને ઓફિસમાં બેસી રહેવાની જગ્યાએ ફિલ્ડમાં જવા માટેની કડક ટકોર કરવામાં આવી છે. તેમણે પોતાનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે, વારસિયા રીંગ રોડ પર મહિનાઓથી કામ ધીમું ચાલી રહ્યું છે. અમે અધિકારી સાથે સ્થળ પર ગયા તો 4 દિવસમાં જ કામ અડધુ પૂર્ણ થઇ ગયું હતું.
કામ કેટલે પહોંચ્યુ જણાવો
ધારાસભ્ય અને સાંસદની પાલિકામાં યોજાયેલી સંકલનની બેઠકમાં મનીષાબેન વકીલે કહ્યું કે, એક વર્ષ પહેલા સ્વિમિંગ પુલની માંગ કરી હતી, તે અંગે ફાઇનલ પ્લોટ પણ નક્કી કરી દેવાયો છે. છતાં કામ કેટલે પહોંચ્યુ જણાવો. હરણીમાં વિજ સબ સ્ટેશનની જરૂરત છે, તે માટે પ્લોટના નાણઆં આપવા જેટકો તૈયાર છે, તે દિશામાં ઝડપથી કામ થવું જોઇએ. વારસિયા રીંગ રોડ પરનું કામ મહિનાઓથી બંધ છે. ફરિયાદ મળતા જ અમે અધિકારીઓ સાથે ફરીને અડધા રોડનું કામ 4 દિવસમાં પૂર્ણ કરાવ્યું છે. અધિકારીએ ઓફિસમાં બેસી રહેવાની જગ્યાએ ફિલ્ડ પર જવું જોઇએ. એરપોર્ટ સર્કલ અને ખોડિયારનગર તરફના રોડ પર લિનિયર પાર્કની સાઇઝ ઘટાડવી જોઇએ. સિગ્નલ 5 મી વખત ખુલે ત્યારે ક્રોસ કરી શકાય છે. આ સ્થળે ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે કડક રજુઆત કરી છે.
ભાયલીમાં મોટું ગણેશ વિસર્જન માટેનું કૃત્રિમ તળાવ હોવું જોઇએ
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રજુઆત કરતા જણઆવ્યું કે, સરકારે લિનિયર પાર્ક માટે રૂ. 50 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી છે. એક વર્ષ સુધી કામ આગળ વધ્યું નથી. ભાયલીમાં મોટું ગણેશ વિસર્જન માટેનું કૃત્રિમ તળાવ હોવું જોઇએ. જેથી મૂર્તિનું સારી રીતે વિસર્જન થઇ શકે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, ટેન્ડરિંકમાં કામમાં વિલંબ થઇ રહ્યો છે. તે દુર થવો જોઇએ. તથા ખાસ ચોમાસામાં ખાદ્ય પદાર્થોનું ચેકીંગ ભારપૂર્વક કરવામાં આવે તેની માંગ કરવામાં આવી છે.
અતાપી વન્ડરલેન્ડમાં મોટી ફી લેવાય છે
બીજી તરફ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે, ટીપી પડી રહી છે, અને મંજુર થઇ રહી છે. ત્યારે રસ્તાઓ ખોલવા જોઇે. 75 મીટરના રીંગરોડને મળતા રોડને ખુલ્લા કરવા જોઇએ. અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, અતાપી વન્ડરલેન્ડમાં મોટી ફી લેવાય છે. સ્થાનિકોને ફ્રી એન્ટ્રી મળવી જોઇએ. જેથી ગૌરી વ્રતમાં બાળકો ત્યાં જઇ શકે. તથા આજવામાંથી સ્થાનિકોને પાણી મળવું જોઇએ.
આ પણ વાંચો --- Gujarati Top News : આજે 22 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


