Vadodara : પાદરામાં શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથક પહોંચ્યો
- અમદાવાદ બાદ અનેક જિલ્લાઓમાં શાળામાં મારામારીની ઘટના સામે આવી
- પાદરામાં શિક્ષકે ગાળો બોલીને વિદ્યાર્થીને માર મારતા વાલીઓનો હોબાળો
- શિક્ષકે ગેરવર્તણુંક કરી હોવાની કબુલાચ આચાર્ય સમક્ષ કરી
Vadodara : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાની (Vadodara - Padra) કુમારશાળા- 3 માં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક યુસુફ દ્વારા બાળકોને માર મારી (Teacher Slap Student) જેમ ફાવે તેમ ગાળો બોલતા, બાળકોએ પોતાના માતા-પિતાને આ વાતથી જાણ કરતા વાલીઓ શાળામાં (Parents Oppose) આવી પહોંચ્યા હતા અને આ બાબતે તપાસ કર્યા બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને શિક્ષક વિરુદ્ધ આચાર્ય સમક્ષ અને પોલીસમાં ફરિયાદ કરી હતી.
શિક્ષકની તાત્કાલિક બદલી કરવાની માંગ
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, એમબી ઠક્કર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક યુસુફભાઈ અગાઉ પણ વિવાદમાં રહેતા હતા. અહીંયા પણ બાળકોને ગાળો બોલવાની માર મારવાનું વર્તન (Teacher Slap Student) ચાલુ રાખ્યું છે, આ બાબતે સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વીડિયોમાં પણ વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આવા શિક્ષક બાળકને શું જ્ઞાન આપશે, બાળકોને ઢોર માર માર શિક્ષકની તાત્કાલિક બદલી કરવાની માંગ વાલીઓ દ્વારા કરાઇ છે. નવાઈની વાત એ છે કે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, નજીકમાં જ હોવા છતાં આવા બનાવો બનતા આશ્ચર્ય ફેલાયું છે.
શિક્ષકથી આવું ના થાય
કુમાર શાળા નંબર 3 ના શિક્ષક યુસુફભાઇ (Teacher Slap Student) દ્વારા ગાળો બોલ્યા હોવાનો એકરાર તેમની શાળાના આચાર્ય નિલમબેન મોદી સમક્ષ કરેલ છે, અને આ બાબત એક શિક્ષકને એવું નિવેદન નીલમ મોદી આપ્યો છે, બાળકો ગાળો બોલ્યા પણ શિક્ષકથી આવું ના થાય તેમ નિલમ મોદીનું માનવું છે, હવે જોવાનું એ રહ્યું કે, આ એકરાર કરનાર શિક્ષક વિરુદ્ધ મહેશ પાંડે શું કાર્યવાહી કરે છે.
સરકારના નિયમને ધોળીને પી ગયા
કેન્દ્ર સરકારની આરટીઇ 2009 ની જોગવાઈઓ મુજબ બાળકને માર મારવાનો કે બાળક પાસે શાળાનું સફાઈ જેવા કાર્ય નહીં કરાવવાનું સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આવા માથાભારે શિક્ષકો સરકારના આ નિયમને ધોળીને પી ગયા છે. અગાઉ પણ પાદરા તાલુકાની અંદર લુણા પ્રાથમિક શાળાના તત્કાલીન આચાર્ય મિલકે ગજાનંદ દ્વારા બાળકોને ઢોર માર મારતા પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે, જેની આજે પણ ન્યાયિક કાર્યવાહી ચાલુ છે. આ પ્રકરણમાં ખાતાકીય તપાસ આજે પણ પેન્ડિંગ છે, આ પ્રકરણમાં મિલકે ગજાનંદ ની તાત્કાલિક અસરથી ડભોઇ ખાતે બદલી કરાવી દેવાય હતી બદલી કરાયા બાદ ખાતાકીય તપાસ પેન્ડિંગ છે
આ પણ વાંચો ----- Vadodara : અમદાવાદની ઘટના બાદ તંત્ર સતર્ક, શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ


