Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગેરકાયદે રહેતા 14 બાંગ્લાદેશી વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી

VADODARA : પીઆઇના નેતૃત્વમાં શકમંદોના દસ્તાવેજો, કુટુંબીજનો, સામાજીક સંબંધો, ઓળખીતાની તપાસ કરવા માટે ટીમ પશ્ચિમ બંગાળ ગઇ છે
vadodara   ગેરકાયદે રહેતા 14 બાંગ્લાદેશી વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી
Advertisement
  • ગેરકાયદેસર રીતે રહેતા 1700 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી
  • શકમંદોની ઓળખ અને રાષ્ટ્રીયતા અંગેના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરીને ખરાઇ કરવામાં આવી
  • શહેર પોલીસના 6 સ્થળોને હંગામી ડિટેન્શન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે

VADODARA : રાજ્યભરમાં બિનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી (ILLEGAL BANGLADESHI) વિરૂદ્ધ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કાર્યવાહી દરમિયાન શકમંદોની અટકાયત કરીને તેમના ડોક્યૂમેન્ટ્સની સઘન તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના વિવિધ પોલીસ (VADODARA POLICE) મથકમાં મળીને આશરે 1700 જેટલા શકમંદોની તપાસ કરી છે. તે પૈકી 66 શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેમના રાષ્ટ્રીયતા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન 14 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા હોવાનું મળી આવતા તેમના વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ (ACTION UNDER FOREIGNERS ACT) હેઠળ ડિટેન્શન કરીને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ વચ્ચે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી છે. અને વધુ તપાસ હાથ ધરી રહી છે.

ઓળખ અને રાષ્ટ્રીયતા અંગેના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરાયા

ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા 1700 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. જે પૈકી 66 જેટલા શંકાસ્પદ જણાઇ આવતા તેમની ઓળખ અને રાષ્ટ્રીયતા અંગેના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરીને ખરાઇ કરવામાં આવી રહી છે. બીજી તરફ તપાસને આગળ વધારતા પીઆઇના નેતૃત્વમાં શકમંદોના દસ્તાવેજો, કુટુંબીજનો, સામાજીક સંબંધો, ઓળખીતાની તપાસ કરવા માટે ટીમ પશ્ચિમ બંગાળ ગઇ છે. ત્યાં તેમનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવનાર છે.

Advertisement

ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ મેળવ્યો

વડોદરા શહેર અને રેલવે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં મલીને 14 જેટલા બિનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી વ્યક્તિઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેઓએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમના વિરૂદ્ધ ફોરેનર્સ એક્ટ કલમ 1946 હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેર પોલીસના 6 સ્થળોને હંગામી ડિટેન્શન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. પોલીસની કાર્યવાહીને પગલે બિનઅધિકૃત વસવાટ કરતા નાગરિકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પાનકાર્ડમાં સુધારાને પૈસા પડાવવાની તક માનતો લાંચિયો ઝબ્બે

Tags :
Advertisement

.

×