Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પોલીસ કમિશનરનો ટુ વ્હીલરના વિક્રેતાઓ જોડે સંવાદ, નવા ગ્રાહકોને હેલ્મેટ આપવા સૂચન

Vadodara : નાગરિકોને આગ્રહ છે કે, ટુ વ્હીલરના ઉપયોગ સમયે તેનો ચોક્કસ ઉપયોગ કરે. ના હોય તો આજે જ સ્ટાન્ડર્ડ હેલ્મેટ ખરીદી લે - કમિશનર
vadodara   પોલીસ કમિશનરનો ટુ વ્હીલરના વિક્રેતાઓ જોડે સંવાદ  નવા ગ્રાહકોને હેલ્મેટ આપવા સૂચન
Advertisement
  • વડોદરામાં હેલ્મેટ પહેરવા અંગે લોકોને જાગૃત કરવા પોલીસના વિશેષ પ્રયાસ
  • કડક અમલવારી પહેલા પોલીસ કમિશનરે વિક્રેતાઓ જોડે સંવાદ સાધ્યો
  • લોકોને સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ વસાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો

Vadodara : વડોદરા શહેર પોલીસ કમિશનર (Vadodara Police Commissioner) નરસિમ્હા કોમાર દ્વારા 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમોની અમલવારી (Helmet Awareness - Vadodara Police) કડકાઇ પૂર્વક કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદથી જ તેઓ લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આજે તે અંતર્ગત ટુ વ્હીલર અને હેલ્મેટના વિક્રેતા જોડે એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં નવું વાહન ખરીદનારને બે હેલ્મેટ આપવાનો તેમણે અનુરોધ કર્યો છે. સાથે જ હેલ્મેટ વિક્રેતાઓ બીઆઇએસ સ્ટાન્ડર્ડ વાળું જ હેલ્મેટ વેચે તે અંગેનું સૂચન કરવામાં આવ્યું છે.

Advertisement

તમામની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે (Vadodara Police Commissioner) મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે ટુ વ્હીરલના ડિલર્સ અને હેલ્મેટ વિક્રેતા સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેઓ જ્યારે વાહનની ડીલીવરી કરે, ત્યારે ફરજિયાત બે હેલ્મેટ આપવામાં આવે. હેલ્મેટ બીઆઇએસ સ્ટાન્ડર્ડ પ્રમાણેના જ હોવા જોઇએ. નાગરિકોને આગ્રહ છે કે, ટુ વ્હીલરના ઉપયોગ સમયે તેનો ચોક્કસ ઉપયોગ કરે. ના હોય તો આજે જ સ્ટાન્ડર્ડ હેલ્મેટ ખરીદી લે. નવા વાહન ખરીદનાર લોકો હેલ્મેટ મેળવી લે. તમામની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે. તેનો ઉપયોગ કરતા થાઓ (Helmet Awareness - Vadodara Police).

Advertisement

વડોદરા પોલીસે કરેલા પ્રયત્નો ખુબ સારા છે

હેલ્મેટના લાભાર્થી સર્વેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હેલ્મેટ પહેરવાથી ઘણો લાભ થશે, હેલ્મેટ પહેરવું જરૂરી છે, પોતાની સેફ્ટી માટે જરૂરી છે. નિયમની અમલવારીથી લોકોમાં જાગૃતિ આવશે, અને ફાયદો થશે (Helmet Awareness - Vadodara Police). અકસ્માત સમયે આપણી સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે. દરેકે ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઇએ. વડોદરા પોલીસે કરેલા પ્રયત્નો ખુબ સારા છે.

નિયમો તોડવા ખોટી વાત છે

તાજેતરમાં વિદેશથી આવેલા સિનિયર સિટીઝને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરા પોલીસનું આ પગલું ખુબ સરાહનીય છે. આ જરૂરી છે. હું પાંચ દિવસ પહેલા જ યુકેથી અહિંયા આવ્યો છું. ત્યાં ટ્રાફીક મેનેજમેન્ટ સારૂ છે. આપણે ટ્રાફીકના નિયમોનું પાલન કરવાની સાથે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઇએ. આજની પેઢીએ ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ (Helmet Awareness - Vadodara Police). નિયમો તોડવા ખોટી વાત છે. વિદેશની જેમ આપણા દેશમાં પણ સારૂ ટ્રાફીક મેનેજમેન્ટ હોવું જોઇએ. શહેર પોલીસે શરૂ કરેલા અભિયાનમાં જનતાએ જોડાવવું જોઇએ. લોકોએ નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઇએ. નિયમો તોડનારે પણ સમજાવવા જોઇએ. હેલ્મેટના કારણે અકસ્માતમાં માણસો બચી ગયાના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે.

આ પણ વાંચો ---- Vadodara : તહેવાર પહેલા રોડ પરના દબાણો દુર કરવા પાલિકા અને પોલીસનું સંયુક્ત ઓપરેશન

Tags :
Advertisement

.

×