VADODARA : માંડવીના રિસ્ટોરેશનને લઇને મહારાણી રાધિકારાજેનો છુપો રોષ સામે આવ્યો
- ઐતિહાસિક માંડવી ગેટની દશા દિવસેને દિવસે ખખડતી જાય છે
- માંડવીને લઇને સામાન્ય નાગરિકથી લઇને મહારાણી ચિંતિત
- સરકારના અધિકારીએ મુલાકાત લીધી, છતાં પણ કોઇ નક્કર કામગીરી નહીં
VADODARA : વડોદરાનો ઐતિહાસિક માંડવી ગેટ (MANDVI GATE - VADODARA) જર્જરિત થઇ ગયો છે. અને તેના પિલરના પોપડા ખરી રહ્યા છે. આ જ ગતિએ પોપડા ખરતા રહ્યા તો, માંડવી ગેટ ઇતિહાસ બનીને રહી જશે. આ અંગે વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ (RADHIKARAJE GAEKWAD - MAHARANI OF VADODARA) નો છુપો રોષ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે. જેમાં મહારાણીએ માંડવી ગેટનો ફોટો મુકીને સવાલ પુછ્યો છે કે, જો આપણે વારસાને નહીં સાચવી શકીએ, તો ભવિષ્યને કેવી રીતે સાચવીશુ..? માંડવી ગેટના રિસ્ટોરેશનને લઇને સામાન્ય માનવીથી લઇને મહારાણી અગાઉ અવાજ ઉઠાવી ચૂક્યા છે.
View this post on Instagram
સામાન્ય નાગરિકોથી લઇને મહારાણી આ અંગે સમયાંતરે અવાજ ઉઠાવતા રહે છે
વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. સંસ્કારી નગરિ પાસે ભવ્ય ઐતિહાસીક વારસો છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. જેથી આ વારસાના અસ્તિત્વ સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ વચ્ચે વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના પિલરના પોપડા ખરી રહ્યા છે. તેને ટેકાના સહારે ઉભો રાખવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ જ રીતે માંડવી ગેટના કાંગરા ખરશે, તો તેને ઇતિહાસ બનતા વાર નહીં લાગે. પરંતુ વડોદરાનું હિત સચવાયેલું છે, તેવા સામાન્ય નાગરિકોથી લઇને મહારાણી આ અંગે સમયાંતરે અવાજ ઉઠાવતા રહે છે. છતાં તંત્ર કોની વાટ જોઇ રહ્યું છે, તે કોઇને સમજાતું નથી.
આપણા ભવિષ્યને કેવી રીતે સાચવીશું..?
તાજેતરમાં વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં તેમણે લખ્યું કે, જો આપણે ભૂતકાળને નહીં સાચવી શકીએ, તો આપણા ભવિષ્યને કેવી રીતે સાચવીશું..? આ સાથે જ તેમણે ઐતિહાસિક માંડવીની જુની તસ્વીરો શેર કરી હતી.
માંડવી, વડોદરાનું હ્રદય, આપણા ભૂતકાળ અને વર્તમાનનું પ્રતિક છે
સાથે જ તેમણે અપીલ કરી છે કે, ઘસારો અને અવગણનાના કારણે આજે આપણા શહેરની આગવી ઓળખ માંડવાના પિલર એક પછી એક વજનમાં ભાંગી રહ્યા છે. માંડવી, વડોદરાનું હ્રદય, આપણા ભૂતકાળ અને વર્તમાનનું પ્રતિક છે. સાથે જ માંડવીનો વર્ષો જુનો ઇતિહાસ પણ તેમાં વર્ણવવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, મહારાણી તાજેતરમાં એક જુથ સાથે માંડવીની મુલાકાતે પહોંચ્યા હતા. અને સ્થિતીનું નિરીક્ષણ કર્યું હતું. તે બાદ હજી સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો --- VADODARA : મુખ્યમંત્રીના આગમનને પગલે વિશ્વામિત્રી કિનારે ડોમ ઉભા કરાયા


