LIQUOR SCAM : વડોદરામાં દારૂ ભરેલુ કન્ટેનર પકડાયા બાદ કારની શંકાસ્પદ હિલચાલ, વાયરલ વીડિયોમાં પોલ ખુલી
- વડોદરા ગ્રામ્ય પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી
- દારૂ ભરેલુ કન્ટેનર પકડ્યા બાદ નજીકમાં કારની શંકાસ્પદ હિલચાલ
- જિલ્લા પોલીસ વડાએ આપ્યા કાર્યવાહીના આદેશ
LIQUOR SCAM: તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતી જરોદ પોલીસ મથક (JAROD POLICE - VADODARA) વિસ્તારમાંથી રૂ. 39 લાખના વિદેશી દારૂના જથ્થા સાથેનું કન્ટેનર (LIQUOR CONTAINER SCAM - VADODARA) પકડવામાં આવ્યું હતું. આ કન્ટેનર પકડ્યા બાદ, બીજા દિવસે એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થવા પામ્યો છે. જેમાં જોવા મળ્યા અનુસાર, કન્ટેનર નજીક એક કાર આવે છે, અને તેમાં દારૂનો જથ્થો ભરાઇ રહ્યો હોવાનો પ્રાથમિક અંદાજો આવી રહ્યો છે. જેને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા (POLICE ACTION UNDER SCANNER) છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પણ સ્ટેટ મોનીટરીંગ સેલના એક જવાન પર પૈસા લીધા બાદ પણ દારૂ પકડ્યો હોવાનો આરોપ લાગ્યો હતો જેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે બાદ તેનાથી મળતો આવતો કિસ્સો વધુ એક વખત સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દારૂનો કેટલોક જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાનો અંદાજ
વડોદરા ગ્રામ્યમાં આવતા જરોદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો ભારે વાયરલ થતા પોલીસની કામગીરી સામે શંકા ઉપજી રહી છે. તાજેતરમાં જરોદ પોલીસ દ્વારા રૂ. 39 લાખથી વધુની કિંમતનો કન્ટેનર ભરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, ખરેખર આ કન્ટેનરને હાલોલ ટોલનાકા પરથી ઝડપવામાં આવ્યું હતું. છતાં જરોડ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે. આ કાર્યવાહી સમયે કન્ટેનર નજીક એક શંકાસ્પદ કારની હિલચાલ જોવા મળી હતી, જેમાં દારૂનો કેટલોક જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાનો અંદાજ (LIQUOR CONTAINER SCAM - VADODARA) છે. આ ઘટના સામે આવતા પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં આવી છે.
બુટલેગરો લિસ્ટેડ હોવાની પણ ચર્ચા
આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. લોકચર્ચા અનુસાર, મંજુસર અને વાઘોડિયાના બુટલેરો કારમાં દારૂની પેટીઓ ભરીને રવાના થઇ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન (LIQUOR CONTAINER SCAM - VADODARA) છે. આ બુટલેગરો લિસ્ટેડ હોવાની પણ ચર્ચા છે. વીડિયો વાયરલ થતા જ પોલીસ બેડામાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. હવે આ મામલે કોની કોની સામે કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો ---- Sabarmati Ashram Redevelopment Project : મુખ્યમંત્રીનું પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ


