Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બરોડા ડેરીમાં ગેરવહીવટ મામલે તપાસના આદેશ, ધારાસભ્યની રજુઆત રંગ લાવી

VADODARA : મૃત સભાસદોનાં ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનાં કૌભાંડ અંગેની માહિતી પત્ર થકી ડેરીનાં MD, CM, સહિત 9 જગ્યાએ આપી
vadodara   બરોડા ડેરીમાં ગેરવહીવટ મામલે તપાસના આદેશ  ધારાસભ્યની રજુઆત રંગ લાવી
Advertisement
  • સાવલીના ધારાસભ્યએ સનસનીખેજ આરોપો મુકતા જિલ્લા રજીસ્ટ્રાર કચેરી એક્શનમાં
  • કેતન ઇનામદારે પત્ર લખીને મુખ્યમંત્રી સહિતનાને જાણ કરી હતી
  • કૌભાંડ ઉજાગર કર્યાના ગણતરીના સમયમાં જ તપાસના આદેશો આપવામાં આવ્યા

VADODARA : વડોદરા ગ્રામ્યના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં મૃત સભાસદોના નામે રૂ. 40 લાખનો ગેરવહીવટ કરવામાં આવ્યો હોવાનો ચકચારી મામલો ઉજાગર કર્યો હતો. આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ સનસનીખેજ મામલાની 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે.

શું હતો મામલો

વડોદરાનાં (Vadodara) સાવલીનાં MLA કેતન ઇનામદારના (MLA Ketan Inamdar) પત્રથી હડકંપ મચી જવા પામ્યો છે. ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં નાણાંકીય કૌભાંડનો ધારાસભ્ય પત્ર લખી આરોપ લગાવ્યો છે. મૃત સભાસદોનાં ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનાં કૌભાંડ અંગેની માહિતી પત્ર થકી ધારાસભ્યે બરોડા ડેરીનાં MD, CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને સહકાર મંત્રી સહિત 9 જગ્યાએ આપી છે. આ મામલે કડક અને ત્વરિત કાર્યવાહી કરવા ધારાસભ્યે માગ કરી છે.

Advertisement

મૃત્યુ પછી પણ તેમનાં ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું કૌભાંડ

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદારાનાં (Vadodara) સાવલીના MLA કેતન ઇનામદારનાં એક પત્રથી ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ધારાસભ્ય કેતન ઇમાનદારનાં (MLA Ketan Inamdar) આ પત્રમાં ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં નાણાંકીય કૌભાંડનો આરોપ થયો છે. મૃતક સભાસદોના ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું કૌભાંડ અંગે તેમણે માહિતી આપી છે. આરોપ મુજબ, ભૂરીબેન પરમાર, કાલુભાઈ પરમાર, ઉદાભાઈ ચૌહાણ, અનુપભાઈ પરમાર અને ભીખાભાઇ પરમાર ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં સભાસદ હતા. જો કે, તમામનાં મૃત્યુ પછી પણ તેમનાં ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

Advertisement

ચેરમેન, મંત્રી અને ઓપરેટરે ગોલમાલ કરી હોવાની શક્યતા

આરોપ અનુસાર, મૃતક સભાસદોની પાસબુકની તપાસમાં લાખો રૂપિયાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક સરખા સમયે, એકસરખી રકમ જમા અને ઉપાડ થયાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ધારાસભ્યે બરોડા ડેરીનાં MD, CM ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી સહિત 9 જગ્યાએ પત્ર લખીને તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકનાં ચેરમેન રાજુભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડેરીએ ચેરમેન અને મંત્રીને એકાઉન્ટ હેન્ડલ કરવાની સત્તા આપી છે. ચેરમેન, મંત્રી અને ઓપરેટરે ગોલમાલ કરી હોવાની શક્યતા છે. આખો મામલો તપાસનો વિષય છે, તેમાં જે હશે તે બહાર આવશે.

આ પણ વાંચો --- Panchmahal : ગોધરાના તરવડી ગામમાં લોહીના સંબંધોમાં રેડાયું લોહી, મોટાભાઈની ટકોરને નાનો ભાઈ સમજી બેઠો અપમાન

Tags :
Advertisement

.

×