VADODARA : શ્રેયસ સ્કુલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો, માતાએ કહ્યું, 'આ શિક્ષક નહીં ગુંડા છે'
- શ્રેયસ સ્કુલમાં વિદ્યાર્થીને માપ નહીં આવડતા શિક્ષકો લાફો મારી દીધો
- નજીવી બાબતે લાફો મારતા વાલીઓમાં રોષ
- વાલીએ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી
VADODARA : વડોદરા (VADODARA) ના લાલબાગ વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કુલ વિવાદ (SHREYAS SCHOOL CONTROVERSY) માં આવી છે. આજે શાળાના ચિત્રકામ વિષયના શિક્ષકે ધો - 9 માં ભણતા વિદ્યાર્થીને લાફો મારી દેતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. વિદ્યાર્થીને માપનું પ્રમાણ નહિં ખબર પડતા તેની માર મારવામાં આવ્યો હોવાનું વિદ્યાર્થીઓ મીડિયાને જણાવ્યું છે. વિદ્યાર્થીઓ તેમ પણ કહ્યું કે, વર્ગખંડમાં અનેક વિદ્યાર્થીઓને મારી જેમ ખબર પડી ન્હતી. પરંતુ સરના હાથમાં ફૂટપટ્ટી હોવાથી બધાયને માર મારવાનો ડર હતો. જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ સરને હા માં જ જવાબ આપ્યો હતો.
અમે 10 વખત સરને પુછ્યું
શ્રેયસ વિદ્યાલયમાં શિક્ષકની બર્બરતાનો ભોગ બનેલા વિદ્યાર્થીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમારે ચિત્રકામનો પિરિયડ હતો. તેમણે આવીને કહ્યું કે, બધા બાળકો માપ લઇને ચિત્રકામ કરજો. જે બાદ અમે ચિત્રકામ કરવા લાગ્યા હતા. અમને ખબર નહીં પડતી હોવાના કારણે અમે 10 વખત સરને પુછ્યું હતું. તે બાદ સર રાઉન્ડ મારવા નીકળ્યા હતા. તેઓ કોણે કોણે ચિત્રકામ કર્યુ છે, તે જોવા રાઉન્ડમાં નિકળ્યા હતા. અમે ચિત્રકામ કર્યું હતું.
તને એકલાને જ ખબર કેમ નથી પડતી
વધુમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે, તે દરમિયામ મેં મારૂ ચિત્ર સરને બતાવ્યું હતું. જેથી તેમને લાગ્યું કે, મને નથી આવડતું. તે બાદમાં સરે બધા વિદ્યાર્થીઓને પુછ્યું કે, તમને આ ધોરણમાં કેવી રીતે આવી ગયા. જેથી મેં કહ્યું, અમે પરીક્ષા આપી હતી, અમે પાસ થયા બાદ આ ધોરણમાં આવ્યા છીએ. તે બાદ સરે મને લાફો મારી દીધો હતો. અને પછી ગુસ્સામાં કહ્યું કે, તને એકલાને જ ખબર કેમ નથી પડતી. શિક્ષકના હાથમાં ફૂટપટ્ટી હતી. તેમણે બધાને પુછ્યું સમજ પડી, તો બધાયે ડરના માર્યા હકારમાં જવાબ આપ્યો હતો. મને ખબર ના પડી એટલે મને માર માર્યો હતો.
કંઇ થઇ જાય તો તેની ગેરંટી કોણ લેશે..!
વિદ્યાર્થીના માતાએ રડતી આંખે કહ્યું કે, આજે મારા બાળક જોડે આવું થયું છે. આવતી કાલે બીજા કોઇના છોકરા સાથે આવું થઇ શકે છે. તેને માર મારતા વખતે કંઇ થઇ જાય તો તેની ગેરંટી કોણ લેશે..! અમે બાળકોને ભણવા મોકલીએ છીએ, અને જેલમાં નથી મોકલતા. આ શિક્ષકો નહીં પરંતુ ગુંડા છે, તે મેં આજે જોઇ લીધા છે. હું રીસેષમાં શાળાએ ગયા ત્યારે મારો પુત્ર રડતો હતો. અમે અમારા બાળકોને લાફો માર્યો નથી. મારા પતિએ મારા સંતાનને લાફો મારનાર શિક્ષકને સામે લાફો માર્યો છે. જો કે, આ તકે શિક્ષકે વિદ્યાર્થીને માર નહીં માર્યો હોવાનું અને તેને માત્ર સમજાવ્યો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, વાલીએ સીધા જ સ્ટાફ રૂમમાં આવીને મારા પર હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો --- VADODARA : પોલીસે દારૂની મહેફીલ પર દરોડો પાડી 9 ને દબોચ્યા


