VADODARA : SSG હોસ્પિટલમાં નિર્માણાધીન બિલ્ડિંગના કોન્ટ્રાક્ટરને દંડ ફટકારતું તંત્ર
- એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી
- પાણી, કચરા અને ગંદકીનો નિકાલ નહીં કરાતા પાલિકાની કાર્યવાહી
- રૂ. 5 હજારનો દંડ ફટકારાયો, સાથે જ કડક સૂચન કરાયું
VADODARA : વડોદરા (VADODARA) માં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) આવેલી છે. હાલ હોસ્પિટલમાં પાછળના ગેટ (જેલ રોડ તરફ) નજીક બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કાળજી નહીં રાખવાના કારણે હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાય છે, અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં આસપાસમાં ગંદકી અને કચરો ફેલાયેલો જોવા મળ્યો છે. જેને પગલે પાલિકાની આરોગ્ય શાખા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટીસ પાઠવવાની સાથે રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગંદકી અને મચ્છરોનો ત્રાસ સમયસર કાબુ નહીં કરાતા હોસ્પિટલમાં આવતા દર્દીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે તેવી પરિસ્થીતનું સર્જન થતા કાર્યવાહી કરાઇ છે.
એજન્સીઓએ ધ્યાન રાખવું જોઇએ
સક્ષમ અધિકારીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, એસએસજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તેની સાઇટ નજીક પાણી ભરાયેલું રહે છે, અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે. એટલું જ નહીં અહીંયા નજીકમાં ભારે કાદવ-કીચડ અને ગંદકી જોવા મળે છે. આ અંગે આરોગ્ય શાખા દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. અને આરોગ્ય શાખા તથા પાલિકાની વોર્ડ કચેરી દ્વારા રૂ. 5 હજારના દંડની પાવતી આપવામાં આવી છે. તેઓને પાણી ના ભરાય, કચરો નિયમિત સાફ થાય, અને ગંદકી ના થાય તે માટેનું સૂચન કર્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય છે, એજન્સીઓએ ધ્યાન રાખવું જોઇએ.
કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો
આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવેએ જણાવ્યું કે, પાલિકા દ્વારા ઉપરોક્ત મામલે એસએસજી હોસ્પિટલમાં બિલ્ડિંગ નિર્માણ કરતા કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલના વહીવટ કર્તાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ. ફરી આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટેનું તંત્રએ ધ્યાન રાખવું જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : ભારદારી ડમ્પરની અડફેટે MSU ના આસિ. પ્રોફેસરનું સ્થળ પર મોત


