VADODARA : વાહન ચાલકોએ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું નહીં પડે
VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચો જઇ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો બપોરના સમયે અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ થઇ જતો હોય છે. આ વચ્ચે લોકોને ટ્રાફિગ સિગ્નલમાં ઉભા રહેવાથી રાહત આપતો નિર્ણય શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે. હવેથી બપોરે 1 વાગ્યાથી લઇને 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્રનલ બંધ રાખવામાં આવશે. તે દરમિયાન લોકો ટ્રાફિક શિસ્તનું પાલન કરે તેવો આગ્રહ શહેર પોલીસ કમિશનર દ્વારા સેવવામાં આવ્યો છે. (TRAFFIC SIGNAL SHUT IN NOON DURING HOT SUMMER - VADODARA)
ટ્રાફીક જંક્શન પર ઉભા રહીને ગરમી વેઠવામાંથી રાહત આપતો નિર્ણય
વડોદરામાં તાપનાનનો પારો ઉંચો જતાની સાથે જ ગરમી વધતી જાય છે. ખાસ કરીને બપોરના સમયે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળે છે. ત્યારે ટ્રાફિક જંક્શન પર ઉભા રહીને ગરમી વેઠવામાંથી રાહત આપતો નિર્ણય શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે. હવેથી બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. જેથી વાહન ચાલકોને ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળશે.
લોકોએ ટ્રાફીકના નિયમોનું પાલન કરવાનું રહેશે
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયાને જણાવ્યું કે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે શહેરમાં કેટલાક જંક્શનો પર સિગ્નલ કાર્યરત છે. ઉનાળામાં વડોદરા સહિત અન્યત્રે 40 ડિગ્રીથી વધુ તાપમાન જતું રહ્યું છે. જેથી બપોરના સમયે ટ્રાફિક પણ ઓછો જણાય છે. જો તે સમય દરમિયાન સિગ્નલ ચાલુ રહે તો લોકોને મુશ્કેલી પડે છે. જેથી વડોદરા ટ્રાફિક પોલીસે બપોરે 1 થી 4 સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન લોકોએ ટ્રાફિકના નિયમો, હેલમેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું તથા અન્યનું પાલન કરવાનું રહેશે. અન્યની સુરક્ષાને ધ્યાને રાખીને શિસ્તબદ્ધ રીતે વાહન ચલાવવું જોઇએ. પોલીસે દરમિયાનગીરી કરવાની નોબત ના આવે તે પ્રકારે લોકોએ વર્તવું જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અત્યાર સુધી 9.98 લાખ ક્યૂબિક મીટર માટી ઉલેચાઇ


